ધોળકાના મામલતદારને ૨૫ પેટી વાપરવા તો ઠીક સૂંઘવા પણ ન મળી, એસીબીએ રંગે હાથે દબોચ્યો

રૂપિયા ૨૫ લાખની લાંચ નો રેલો કોના સુધી પહોંચશે??

ACB દ્વારા પકડવામાં આવેલ વચેટીયો જગદીશ પરમાર ધોળકા નગર પાલિકાનો પૂર્વ પ્રમુખ

લાંચિયા અધિકારીઓના પાપે ગુજરાત સરકારના સરકારી વિભાગોને સતત બદનામી મળતી હોય છે. આ બદનામી રોકવા રાજ્યનો એસીબી વિભાગ સતત કાર્યશીલ રહે છે.રાજ્યના એસીબી વિભાગને લાંચિયા મગરમચ્છ સમાન મામલતદારને પકડવામાં મોટી સફળતા મળી છે. ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર અને તેનો સાગરીત – વચેટિયો જગદીશ જેઠાભાઈ પરમારને ગત મોડી રાત્રિએ એસીબીએ રૂપિયા ૨૫ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી એ જમીન અગાઉ વહેંચેલી . કોઈ ટેકનિકલી કારણોસર  ફરિયાદી બિન ખેડૂત ઠેરવેલ. ફરિયાદીને ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રાખવા તેમજ તેની જમીનના ક્ષેત્રફળમાં સુધારો કરવા ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરે રૂપિયા ૨૫ લાખ ની લાંચ માગેલ. મામલતદાર ડામોર વર્ષ ૨૦૧૭ની બેચનો મામલતદાર છે તેમજ ૠઙજઈ પાસ કરીને પોતાના પદની ગરીમાં ભૂલી લાંચિયા વૃત્તિમાં સામેલ થયા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયેલ છે.મામલતદાર ડામોર પોતાનો વહીવટ ધોળકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ જેઠાભાઈ પરમાર પાસે જ કરાવતો. ફરિયાદી પોતે લાંચ ની રકમ આપવા ઇચ્છુક ન હોઈ તેને એસીબીમાં મામલતદાર અને તેના વચેટીયા વિરુદ્ધ ફરિયાદ આપતા એસીબીના અધિકારીઓ શ્રી જી.વી.પઢેરીયા તેમજ કે.વાય.વ્યાસ સહિતની ટીમે છૂટકું ગોઠવી રૂપિયા ૨૫ લાખની લાંચ લેતા બંને ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.મામલતદાર ડામોરની સાથે અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ સંકળાયેલ છે કે કેમ ? તેની તપાસ પણ એસીબી કરી રહી છે ત્યારે માત્ર મામલતદાર પૂરતું જ નહીં પરંતુ લાંચની આ રકમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પોહચતી હોવાની લોકચર્ચા જાગી છે.આગામી દિવસોમાં એસીબી આ લાંચિયા મામલતદાર અને તેના સાગરીત પાસેથી શું વિગતો પ્રાપ્ત કરશે ? તે જોવું રહ્યું.

મામલતદાર ડામોરની અપ્રમાણસર મિલ્કતના સામ્રાજ્યની એસીબી કરશે તપાસ

રૂપિયા ૨૫ લાખ રોકડા સાથે પકડાયેલ મામલતદાર હાર્દિક ડામોર ની અપ્રમાણસર મિલકતની એસીબીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. મામલતદાર સહિત તેના પરીવારજનોના નામે કઈ કઈ મિલકતો ? કેટલું બેંક બેલેન્સ, કેટલા ઘરણાઓ ? સહિતની તપાસ એસીબીના અધિકારીઓએ હાથ ધરી છે.

Loading...