Abtak Media Google News

દિવસે ને દિવસે દીપડાઓનો ત્રાસ વધી રહ્યો છે જોવા જઈએ તો ખૂંખાર પ્રાણી કહેવાતા દીપડા પશુઓ તો ઠીક પરંતુ માનવીનો પણ ભોગ લઈ રહ્યો છે. હાલ તો કોઈ ને કોઈ એક ઘટના તો સામે આવી જ રહી છે જેમાં જંગલી પ્રાણીઓ માનવી ઉપર હાવી થઈ રહ્યા છે. એવી જ એક ઘટના સામે આવી છે જેમાં સુરતના ધામરોડ ગામની જ્યાં આદિવાસી ફળીયામાં જીવ સટોસટનો ખેલ ખેલાયો.

Untitled 1 31

દોઢ વર્ષના બાળકને ઉઠાવી જવા માટે ઘરમાં ઘૂસેલા દીપડા સાથે મામાએ મોતની બાથ ભીડી હતી અને ખૂંખાર દિપડો મોતનો ખેલ ખેલવા જ આવ્યો હોય તેવી રીતે તે અટકાવવા વચ્ચે પડેલા મામા સાથે બાથ ભીડી હતી. આ બાથભીડી ચાલી રહી હતી  ત્યારે મામા જોર જોર થી બૂમાબમ કરવા માંડ્યા હતા  સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિપડાનો ખેલ ખતમ કરી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી. વનવિભાગની ટીમે હાથ પગ બાંધેલા દીપડાના મૃતદેહનો કબજો લઇને તેને પીએમ અર્થે ખસેડયો હતો. દિપડા દ્વારા કરાયેલ  હુમલામાં ઘાયલ થયેલા બાળકના મામાને હોસ્પિટલ સારવાર અર્થે  ખસેડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.