Abtak Media Google News

માળીયા નજીક મેઘપર ગામમાં અજાણ્યો માણસ તણાઈ આવ્યો: બચાવવા માટે હેલીકોપ્ટર બોલાવવા તજવીજ

ગઈકાલ રાતથી શ‚ થયેલા ભારે વરસાદ ઉપરાંત મચ્છુ-૧,૨ અને મચ્છુ-૩નાં ધસમસતા પ્રવાહો માળીયા સુધી પહોંચતા માળીયા પંથક ચોતરફથી વાગડીયા ઝાંપા વિસ્તારમાં ચાર-ચાર ફૂટ પાણી ભરાયા છે. તો બીજી તરફ હરીપર વાંઢ વિસ્તાર અને માલાણીવાસમાં તો મકાનો પણ ડુબવા લાગ્યા છે.

મચ્છુ નદીએ રોદ્ર‚પ ધારણ કરતાં ગઈકાલ રાતથી જ માળીયા પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં આગમચેતી વાપરી હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી લેવાયું હતું. પરંતુ ચોટીલા-વાંકાનેર પંથકમાં ભારે વરસાદ પડતા મચ્છુ નદી ગાંડીતુર બની છે. હાલમાં મચ્છુના મેઈન પુલ પરથી પાણી વહી રહ્યાં છે.  બીજી તરફ માળીયાનાં મુખ્ય પ્રવેશદ્વાર એવા વાગડીયા ઝાંપા વિસ્તારમાં ચાર-ચાર ફૂટ પાણી ભરાયા છે. માલાણીવાસ વિસ્તારમાં તો મકાનો પણ ડુબવા લાગ્યા છે અને છ થી સાત લોકો ફસાયા હોય તેઓને રેસ્કયુ કરવા મોરબીથી ટીમો બોલાવામાં આવી છે. વધુમાં હરિપર વાંઢ વિસ્તારમાં આવેલ મોવર ટીંબામાં ૨૫ માણસો ફસાઈ જતાં તેમને પણ રેસ્કયુ કરવા સ્થાનિક લોકો પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત રાસગપૂર-ફતેહપુરમાં પાણી ઘુસી જતાં મામલતદાર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય અધિકારીઓ પણ મદદ માટે દોડી ગયા છે.

મેઘપરમાંથી તણાઈ આવેલા વ્યક્તિને બચાવવા હેલીકોપ્ટરની મદદ લેવાશે

જાણવા મળતી વિગત મુજબ માળીયા નજીક મેઘપર તરફથી કોઈ વ્યક્તિ તણાઈ આવી પાણીની વચોવચ વીજપોલ પકડી બચવા માટે પ્રયાસ કરી રહ્યાં હોય, આ વાતની જાગૃત નાગરીકોને જાણ થતા તુરંત જ કલેકટરને જાણ કરવામાં આવી હતી અને આ વ્યક્તિને બચાવવા હેલીકોપ્ટરની મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.