મલ્હાર ઠાકર ખવડાવશે ‘વેનીલા આઈસ્ક્રીમ’

252

ઈન્સ્ટાગ્રામ ઉપર મલ્હારે નવા પ્રોજેકટ વિશે  મુકેલી પોસ્ટમાં કહ્યું  દીક્ષા જોશી સાથેની ફિલ્મનું  શૂટીંગ શરૂ  થશે  ચોમાસામાં

મલ્હાર ઠાકરની ગોળકેરી ફિલ્મ દર્શકોને ખૂબજ પસંદ આવી છે. હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ સુપર સ્ટારે તેની નવી ફિલ્મની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી દીધી છે. મલ્હારે પોસ્ટમાં લખ્યું છે કે એક એવી વાત જે જેટલી તમારી છે. એટલી જ અમારી પણ છે. એક એવો વિચાર જેમાં તડકો પણ છે અને છાંયડો પણ છે. એક સ્વાદ જે બધા માટે એક સરખો જ છે. થોડો વિશ્ર્વાસ અને બસ એક કપ ‘વેનીલા આઈસ્ક્રીમ’  આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન પ્રિતસિંહ દ્વારા કરાશે.તેમજ મલ્હારની સાથે આ ફિલ્મમાં દીક્ષા જોશી જોવા મળશે. સિલ્વર લાઈન ફિલ્મસના અમોલ મુરલીધર ધૂળે અને સંતોષ વિઠ્ઠલબાનખેલે બ્લેક હોર્સ પ્રોડકશનની સાથે મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરશે. ફિલ્મનું શુટીંગ ચોમાસામાં શરૂ થશે. મલ્હારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથીએવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં જિંદગીના તડકા છાંયડાને હળવાશથી રજૂ કરવાનો પ્રયાસ કરાયો હશે.

Loading...