Abtak Media Google News

દવાના ઉપયોગથી પ્રોટીન ઉત્સર્જન વધતા વાયરસમાં ફાયદો થાય: જો કે મેલેરીયાની દવાનો આડેધડ ઉપયોગ જોખમી

કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવા માટે હજુ સુધી કોઈ ચોકકસ દવા અને ઈલાજ હાથમાં આવ્યા નથી ત્યારે કોરોના સામે બચાવ જંગમાં જોડાયેલુ તબીબી જગત પોતાની કોઠાસુઝથી જેવા માથાએવી પાઘડીના અભિગમ સાથે અગાઉ કારગત નિવહેલીવિવિધ દવાઓનાં પ્રયોગ કરી કોરોના સામે રીતસરનો જંગ ખેલી રહ્યા છે. ત્યારે કેટલાક ડોકટરોએ કોરોના ઈલાજ માટે અગાઉ વાપરવામાં આવતી મેલેરીયાની જૂની દવાઓનો કોરોનાના ઈલાજ માટે ઉપયોગ શરૂ કર્યો છે. કોરોનાના કેસની સારવારના કેટલાક કિસ્સામાં ઈન્ફેકશનના બચાવ મો આ દવા શરૂ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની અસરકારકતા અને ઉપયોગતા પૂરાવા મળ્યા નથી.

ચીન, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોનાં કલોરોકવાઈન અને હાઈડ્રોકસીકલોરોકવાઈનનો ઉપયોગ આ રોગચાળાના ફેલાવાને અટકાવતો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મતે મેલેરીયાની આ દવઓ પરિણામ બદલનારી છે. પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે આ દવાના ઉપયોગ પહલે તેનું સંપૂર્ણ પરિક્ષણ કરી લેવું જોઈએ અને ત્યાર પછી જ દર્દી સમુદાયને આપવું જોઈએ. કયા કારણોસર મેલેરીયાની દવાઓનો ઉપયાગે અનિવાર્ય ગણ્યો છે.

અમેરિકા સહિતના દેશો પાસે અત્યારે કોવિંદ ૧૯ના ઈલાજ માટે અત્યારે કોઈ ચોકકસ દવા નથી શોધાઈ શ્ર્વાસનની બિમારીથી અત્યાર સુધી વિશ્ર્વભરમાં સતાવાર રીતે ૧૮ હજાર જેટલા લોકોના મૃત્યુ નિપજયા છે. અને મોટાભાગના દર્દીઓને અસર કરે તેવી દવાઓ આપવામાં આવે છે. ત્યારે મેલેરીયાને લગતી દવાઓનાં ક્ધટેન તબીબો માટે આશાનુ કિરણ બની છે. અમેરિકાની રોગ નિયંત્રણ અને રક્ષણ માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર કેટલાક નિષ્ણાંત ડોકટરોએ હાઈક્રોસીકલોરોકવાઈનો ઉપયોગ સુચવ્યો છે. કલોરોકવાઈન, કવીનાઈનનો સિથેટીકરૂપ ગણવામાં આવે છે આ દવા સિનચોના નામના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. જેના ઉપયોગ સેંકડો વર્ષોથી અમેરિકામાં તાવની સારવાર કરવા માટે થતો હતો.

કલોરોકવાઈનનું ૧૯૩૦માં પ્રથમ વખત ઉપયોગ શરૂ થયો ૧૯૫૦ સુધીતે હાઈડ્રોકસી કલોરોકવા તરીકે ઉપયોગમાં આવી હતી તેમાં થોડા પ્રમાણમાં ટોકસીનના ઉપયોગ થતો હતો. આ દવાનો ઉપયોગની આડ અસરમાં આંખોની રોશની ગુમાવવાનું અને હૃદયના નુકશાનથી લઈને જો અયોગ્ય ઉપયોગ થાય તો મૃત્યુ સુધીની જોઈન રહેતુ હતુ.

આ દવા મેલેરીયા કે જે મચ્છર કરડવાથી થાય છે. તેમાં બ્લડના કોષો નાશ કરી નાખવાની તાકાત હોય તેવા રોગમાં આ દવાઓ વાપરવામાં આવતી હતી.

જીનજીયાંગ યુનિ.ના જરનલમાં હાઈક્રોકસીકલોસ કવાઈનથી ૩૦ દર્દીઓને ફાયદો થયાનું નોંધ્યું છે. મિનેષ સૌરા. યુનિ.માં ૧૫૦૦ દર્દીઓને હાઈડ્રેકસી કલોરોકવાઈનની સારવાર કારગત નિવડી હોવાનું બહાર આવ્યું છે અન્ય દેશોમાં મેલેરીયાની દવાનો ઈગ્લેન્ડ, નોર્વે અને થાઈલેન્ડમાં ઉપયોગ શરૂ થયો છે. ન્યુયોર્કના ગવરનર એન્ડયુટુમોએ જણાવ્યું હતુ કે મેલેરીયાની દવાનો ડોઝ સારા પરિણામો આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.