Abtak Media Google News

આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં યોગ વિષયક જીજ્ઞાસા વધતી જતી જોવા મળે છે જેના તરફ સમગ્ર વિશ્વ આકર્ષાયુ હોય એવો યોગ ખરેખર શું છે તે જાણવાની જીજ્ઞાસા સ્વાભાવિક જ જન્મે છે. પ્રાચીન દર્શનશાસ્ત્રોમાં પૂર્ણ મીમાંસા, ઉત્તર મીમાંસ, સાંખ્ય યોગ, નયા અને વૈશૈષિક આ છે દર્શનો અતિ મહત્વના છે અને ષડદર્શન તરીકે પણ ઓળખાય છે. એમાનું યોગશાસ્ત્રએ બ્રહ્મવિદ્યાની અંતર્ગત રચાયું છે. બ્રહ્મવિદ્યા એટલે સર્વથી શ્રેષ્ઠ બ્રહ્મતત્વને જાણવાની વિદ્યા

યોગ વિદ્યા કયારથી અને કેવી રીતે અસ્તિત્વમાં આવી તે જાણવું ઘણું રસપ્રદ બનશે આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ હજારો વર્ષો સુધી વનમાં રહી કઠોર તપશ્ર્ચર્યા કરી જેના ફળસ્વરુપે એમને સર્વોત્તમ સત્યનું અનુભવ યુકત જ્ઞાન પ્રાપ્ત થયું. બધા ઋષિઓએ ભેગા મળીને તેને ‘યોગ’ એવં નામ આપ્યું અને માનવમતીના કલ્યાણ અર્થે યોગને નિયમબઘ્ધ પઘ્ધતિમાં ઢાળયો પ્રાચીન ઋષિ મુનિઓની આ મહાન ભેટ ‘યોગ’ માનવજાતિના કલ્યાણ માટે સતત પ્રણાલિગત રીતે ચાલ્યો આવે છે.

ભારતીય સંસ્કૃતિ મુખ્યત્વે વેદો પર આધારિત છે. અન્ય ગ્રંથમાં ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, મહાભારત, રામાયણ, સ્મૃતિનો નન્ય અન્ય ધર્મશાસ્ત્રોની ગણના થાય છે આ બધા ગ્રંથોનો યોગ વિશેની ચર્ચા કરવામાં આવી છે. એટલે યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિનું ભાથું છે જેનો આજે આપણે આધુનિક સમયમાં પણ ઉપયોગ કરી સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.

આપણા ઋષિ મુનિઓએ યોગને આઠ વિભાગમાં વહેચી દીધો છે. જેને આપણે અષ્ટણયોગ તરીકે ઓળખીએ છીએ જેના યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ઘ્યાન  અને સમાધિ છે. ખરેખર યોગ આ આઠ પ્રકારમાંથી પસાર થઇએ ત્યારે જ ખરેખર અષ્ટીગયોગની પ્રાપ્તિ અને બ્રહ્મમાં લીન થઇ જઇએ છીએ.

જો કે, આધુનિક સમયમાં આપણે માત્ર આસન પર જ સ્વસ્થતાઓ આધાર રાખીએ છીએ પરંતુ આસનની સાથે સાથે આ સાતેયને સાથે રાખીને ‘યોગ’ કરવામાં આવે તો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આસનની વાત કરીએ તો આસનના પણ બે પ્રકાર છે. ઘ્યાન લક્ષી કે ઘ્યાન માટેના આસરન અને સ્વાસ્થ્ય લક્ષી કે સ્વાસ્થ્ય કેળવવાના તંદુરસ્ત રહેવાના આસન સ્વાસ્થ્યલક્ષી આસનો દ્વારા શરીરના જુદા જુદા અંગોને કસરત મળે છે શરીરના તંત્રોનો ર્જીણોઘ્ધાર કરીને આયુષ્ય વધારી શકયા છે. એજ  પ્રમાણે અંગોની જડતાને પણ દુર કરી શકાય છે અને શારીરિક શકિત વધે છે.

પદમાસન: બન્ને પગ આગળ લંબાવીને બેસો ડાબા પગના પંજાને જમણા સાથળના મુળ પર અને જમણા પગના પંજાને ડાબી સાથળના મૂળ પર ગોટવો. ડાબી એડીથી  જમણું અને જમણી એડીથી ડાબુ પેઢી દબાવું જોઇએ બન્ને ઘુંટણો પણ જમીનને અડેલા રહેવા જોઇએ.

ત્યારબાદ હાથનો અંગુઠો અને પહેલી આંગણી દ્વારા જ્ઞાનમુદ્રા બનાવો અને બને હાથ ઘુંટણ પર મૂકો શરીરને સીધુ કરીને ઊડો શ્ર્વાસ લો ત્યાર બાદ શ્ર્વાસ છોડો અને શ્ર્વાસ બહાર છોડયા બાદ થોડીક ક્ષણ લેવાનું ટાળો ત્યારબાદ પાંચ વાર આ પ્રક્રિયા કરો.

ત્યારબાદ જે રીતે આસનમાં બેઠા હોય તેવી રીતે જ આસન છોડો એક પછી એક પગ લાંબા કરો

લાભ:-આ આસનના નિયમિત અભ્યાસથી સ્નાયુઓની જડતા દુર થાય છે. અને ખાસ કરીને કમર, ઘુંટણો અને ઘુંટીઓના સાંધાઓનો દુ:ખાવામાં રાહત થાય છે. પાચનશકિત વધે છે. મેરુદંડ (કરોડરજજુ) સીધો રહેવાથી માથામાં શુઘ્ધ રકતનો સંચાર સરળ બને છે.

પરિણામે મગજ અને જ્ઞાનતંત્રનો તણાવ દૂર થાય છે. પદમાસનથી માનસિક શાંતિ મળે છે અને મનોબળ રૂઢ થવાથી દુર્વ્યસનોમાંથી છૂટકારો થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.