Abtak Media Google News

તમે મેકઅપ નથી કરતા તો પણ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે તમે લિપસ્ટિક લગાવી શકો છો. દરેક યુવતીને એવું લાગે છે કે, મેકઅપમાં લિપસ્ટિક લગાવવામાં કોઈ જ સાવધાનીની જરૂર નથી પડતી અને તમે એકદમ સરળતાથી લિપસ્ટિક લગાવી શકો છો. કેટલીક વખત યુવતીઓ ભૂલ કરી બેસે છે અને ફાટેલાં હોઠો પર જ લિપસ્ટિક લગાવી લે છે અને પછી મેકઅપ કરે છે, જેથી મેકઅપ સારો નથી દેખાતો.

લિપસ્ટિક લગાવ્યા બાદ યુવતીઓ એકદમથી સતર્ક થઇ જાય છે. લિપસ્ટિક વિખાય ન જાય એની બીકથી પાણીભી નથી પીતી. જેના લીધે તેના હોઠ સુકાઈ જાય છે અને ડીહાઈડ્રેશનનાં લીધે તેમના હોઠ ફાટવા લાગે છે. સાથે જ કેટલીક વારમાં પ્રાઈમર પણ લગાવતા રહે છે.

તમારા લિપ્સ ફાટી ગયા છે તો તેના પર સારી રીતે પહેલા મસાજ કરો અને સુકી ત્વચાને હળવેથી દૂર કરી દો.

તમે લિપસ્ટિક લગાવતા પહેલા લિપલાઈનરનો ઉપયોગ નથી કરી રહ્યાં, તો મેકઅપનો સ્ટેપ જ ઓછો થઇ જશે. તમને જણાવી દઈએ કે, લિપલાઈનર, મેકઅપમાં ગેમચેન્જરની જેમ કામ કરે છે. આ હોઠોને સાચો શેપ આપે છે અને સુંદર બતાવે છે.

પોતાના શરીરની રંગત અને ચહેરાનાં હિસાબે લિપસ્ટિકની પસંદગી કરો. સાથે જ પોતાના ડ્રેસને પણ ધ્યાનમાં રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.