Abtak Media Google News

બાળકોને આ પિઝઝાની ટેવ પાડો

સામગ્રી :

કણક માટે

  • ૫ કપ ઘઉંનો લોટ
  • ૧ ટી સ્પુન અજમો
  • ૧/૪ ટી સ્પુન મીઠું
  • ૫ ટી સ્પુન તેલ

ટોપીંગ માટે

  • પીઝા સોસ
  • શિમલા મરચા (લાલ, પીળા, ગ્રીન- સમારેલા)
  • કાંદા સમારેલ
  • બાફેલી મકાઇના દાણા
  • પનીર ટુકડા
  • ઇટાલિયન સીઝનીંગ
  • ચીલી ફ્લેક્સ
  • ચીઝ

રીત :-

સૌપ્રથમ કણક માટેની સામગ્રી ભેગી કરી થોડુ થોડુ પાણી ઉમેરતા કણક બાંધો
  • ૫-૧૦ મિનિટ પછી મોટી ભાખરી વણો
  • કાંટા વડે કાંણા પાડી જાડા તળિયાના તવા પર એક બાજુ શેકો.
  • એક બાજુ શેકાય કે પલટાવી ઉપરની બાજુએ પિઝ્ઝા સોસ લગાડો.
  • શિમલા મરચા, પનીર, મકાઇ, કાંદાનું ટોપીંગ કરો.
  • ઇટાલિયન સીઝનીંગ,ચીલી ફ્લેક્સ ભભરાવો.
  • છેલ્લે ચીઝ ખમણો.
  • પીઝાને ઢાંકણથી ઢાંકી ધીમા તાપે ૩-૪ મિનિટ માટે રાંધો.
  • બેઝ ક્રીસ્પી થાય કે પિઝઝા તૈયાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.