Abtak Media Google News

તહેવાર કે તે નાનો-મોટો પ્રસંગ સૌ કોઇને મિઠાઇ તો ભાવતી જ હોય છે માટે ઘરે પણ નારિયેળ બરફી બનાવી શકો છો, બહારથી ક્રન્ચી અને અંદરથી રસ ભરેલી આ મિઠાઇને દેશભરમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. ખાંડ, મલાઇ, નારિયેળનો સ્વાદ તમને આંગળા ચાંટતા કરી દેશે. તો નોંધી લો તમે પણ ઝડપી રીત….

– નારિયેળને મિક્સર જારમાં નાખી તેમાં ૧/૪ કપ પાણી નાંખો અને મોટા-મોટા પીસ લો. હવે આ મિશ્રણને ગરમ કરેલા પેનમાં નાખો.

– જ્યાં સુધી પાણી ઉઠી ન જાય ત્યાં સુધી ગરમ કરો.

– સારી રીતે હલાવી તેમાં ખાંડ નાખો બાદમાં પાંચ મિનિટ સુધી પકાવવા દેવુ અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું તેમાં તાજી મલાઇ દુધ અને ઘી નાખી સારી રીતે મિક્સ કરો.

– એક વખત ફરીથી ઢાંકી દો અને જ્યાં સુધી મિક્સચર ઘાટુ ન થઇ જાય ત્યાં. સુધી પાકવા દો.

– આ તૈયાર મિક્ચરમાં કાજુ અને એલચી પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો હવે એક પ્લેટમાં ઘી લગાવી તેને ચીકણી કરી લો. હવે પ્લેટમાં મિક્સચર ઉમેરો અને થાબડીની જેમ પાથરીને ચકુથી નાના-નાના પીસ કરો. તૈયાર છે તમારી નારિયેળ બરફી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.