સુંદર ત્વચા માટે આ રીતે ઘરે બનાવો દાડમ અને ખાંડ દ્વારા સ્ક્ર્બ…

87

દાડમ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ચહેરાના નિખાર તેમજ સુંદરતા મેળવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દાડમને આર્યુવેદમાં  રોગનાશક અને સુંદરતા વધારવા માટેનું ફળ કીધેલ છે. દાડમમાં મુખ્યત્વે  વિટામિન ઈ, વિટામિન સી, વિટામિન એ, ફોલિક એસિડ અને બીજા કેટલાક પોષકતત્વો હોય છે.

દાડમને ખાવા સિવાય તેનો આપણે બ્યુટિ પ્રોડક્ટસ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. દાડમ અને ખાંડનું સ્ક્ર્બ ગ્લોઈંગ સ્કીન માટે ખૂબજ ઉપયોગી બને છે.તેને બનાવા માટે ૧ ચમચી નાળિયેર તેલ, અડધી ચમચી ખાંડ, ૫ ચમચી દાડમના દાણા, ૧ ચમચી મલાઈ તેને બનાવ માટે સૌ પ્રથમ ખાંડને પીસી લો ત્યારબાદ દાડમના દાણાને પણ પીસી લો.હવે એક વાટકામાં તેલ, મલાઈ, દાડમનું ત્યાર કરેલ પેસ્ટ, ખાંડઉમેરી સ્ક્ર્બ ત્યાર કરો.

હવે આ સ્ક્ર્બનો ઉપ્યોગ કરવા માટે પહેલા સાફ પાણી દ્વારા ચહેરાને સાફ કરી લો ત્યારબાદ આ સ્ક્ર્બ દ્વારા ચહેરા પર મસાજ કરો. ૧૦ મિનિટ સુધી આ સ્ક્ર્બ દ્વારા મસાજ કરી.સાફ પાણી દ્વારા ચહેરાને ધોઈ લો.,આ સ્ક્ર્બ દ્વારા ચહેરા પર જમા ડૈડ સ્કીન દૂર થઈ જશે અને ચહેરા પર ચમક આવી જશે.અઠવાડીયામાં ૩ વાર આ સ્ક્ર્બનો ઉપયોગ કરવાથી ચહેરા પર રહેલા દાગ ધબ્બા દૂર થઈ જશે.

દાડમમાં એન્ટી-માઇકોબિલ અને એન્ટીઑકિસડન્ટ જેવા ગુણધર્મ હોય છે જે ત્વચાને માઈક્રો બેક્ટેરિયાથી બચાવે છે. દાડમ માં વિટામિન ઈ હોય છે જે આપના ચહેરાને ચમક આપે છે.

Loading...