Abtak Media Google News

લોકો કેટલી વખતબપોરના ભોજનમાં વધેલાભાત રાત્રે ફરી જમવામાં ઉપયોગ કરવાનું ટાળે છે. સામાન્ય  રીતે આપણે વાધેલા ભાતને વઘારી તેનો ઉપયોગ કરતાંહોય છીએ. પરંતુ શું તમે કોઈ વખત વિચાર્યું છે કે આ વાધેલા ભાતમાથી મીઠાઈ પણ બનાવી શકાઈ?? જમ્યા પછી દરેકને મીઠી વાનગી ખાવાનું ગમે છે. તો ચાલો જોઈએ કઈરીતે બનવામાં આવે છે આ મીઠાઈ…

સામગ્રી :

૪ ચમચી માવો

૧ લિટર દૂધ

૨૦૦ ગ્રામ ભાત

૧ કપ ખાંડ( દળેલી)

૧ ચમચી કેસર

બનવાની રીત :

રસમલાઈ બનાવવા માટે સૌ પ્રથમ વધેલા ભાતને અધકચરા મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લો હવે એક પાત્રમાં દૂધ ગરમ કરવા મૂકો તેમાં દળેલી ખાંડ તેમજ માવો ઉમેરી ધીમી આંચ પર થવા દો. જ્યારે દૂધ તેના કરતાં અડધું થાય ત્યાં સુધી તેને ધીમા ગૅસ પર થવા દો.

હવે તેમાં તૈયાર કરેલ બોલ્સ ઉમેરો ત્યારબાદ ૨૦ મિનિટ સુધી થવા દો. તૈયાર છે રસમલાઈ તમે તેને સૂકા માવા તેમજ કેસર વડે ગાર્નિશ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.