Abtak Media Google News

તમારા જીવનમાં વાસ્તુ જ્યોતિષને લગતા કોઈપણ પ્રશ્નો કે મૂંઝવતી સમસ્યાઓના સમાધાન માટે વોટ્સએપ નમ્બર  ૬૩૫૫૨ ૧૭૯૨૧ ઉપર તમારું નામ, જન્મતારીખ, જન્મ સ્થળ સહિતની વિગતો મોકલી વાસ્તુ જ્યોતિષી મેહુલ સોલંકી પાસેથી પ્રશ્નોના સમાધાન મેળવી શકશો.

વાસ્તુ જ્યોતિમાં દરેક દિશાનું આગવું મહત્વ હોય છે. ધનતેરસના શુભ દિવસથી દિવાળી મહાપર્વની શરૂઆત થાય છે. ત્યારે ખાસ જેમને વેપારમાં પ્રગતિ , અઢળક ધનની પ્રાપ્તિની ઈચ્છા હોય તેવા લોકોએ વાસ્તુજ્યોતિષી મેહુલભાઈ સોલંકી દ્વારા આપવામાં આવેલા દિશા અનુસારના મહત્વના ફેરફારો કરવાથી ઘર , કામના સ્થળે કે ફેકટરી કે ઓફિસમાં લક્ષ્મીજી સ્થાયી થાય છે, તેમજ વેપારમાં ઉતરોતર પ્રગતિ આવે છે. તો આવો જાણીએ વેપાર ધંધામાં વૃદ્ધિ કરવા કેવા ઉપાયો કરવા જોઈએ.

કામના સ્થળે ઉત્તર દિશામાં કુબેર દેવતાની સ્થાપના કરવી

જે લોકોને કામની જરૂર છે કે નવો વેપાર શરૂ કરવો છે એવા વેપારીઓએ ફેકટરી ,ઓફીસમાં ઉત્તર દિશામાં કુબેર દેવતાની સ્થાપના કરવાથી નવો વેપાર પુરપાટે વિકાસ પામે છે.ઉત્તર દિશા ધંધા માટેના મુખ્ય સ્ત્રોતનું માધ્યમ છે. એટલે ઉત્તર દિશામાં કુબેર દેવતાને બિરાજીત કરવાથી નવી નવી તકો વિકસે છે.અને જેમના પાસે કામ નથી ધંધો નથી એમની સમસ્યાનું નિરાકરણ આવે છે.

ગ્રાહકો સાથેનું જોડાણ મજબૂત કરવા પૂર્વ દિશા મહત્વની

વેપાર , ઓફીસ સેટ થઈ ગયા બાદ ગ્રાહકો સાથેનું જોડાણ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે . એટલે બિઝનેસમાં બહારના લોકો સાથેનું જોડાણ મજબૂત કરવા પૂર્વ દિશા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પૂર્વ દિશા ગ્રાહક અને વેપારીના સંતુલનને જાળવી રાખે છે. પૂર્વ દિશામાં સૂર્ય દેવ પ્રસન્ન હોવાથી આ દિવાળીએ કામના સ્થળની આ દિશાને મજબૂત રાખવા ત્યાં કલર કોમ્બિનેશનનું ચોક્કસ ધ્યાન રાખવાથી દિશા પાવરફુલ બનશે અને વેપારનું જોડાણ મજબૂત બનશે.

દક્ષિણ – પૂર્વ દિશાની સ્વચ્છતા કામનો આત્મ વિશ્ર્વાસ વધારે

વેપાર ધંધામાં બહારનું જોડાણ વધી ગયા પછી વ્યક્તિમાં કામ પ્રત્યેનો મનોબળ પાવરફુલ હોવો જરૂરી છે. જેથી વેપારમાં સંતુલન જળવાય રહે. આના માટે વ્યક્તિએ કામના સ્થળે દક્ષિણ – પૂર્વ એટલે કે નૈઋત્ય ખૂણાને વધુ ચોખ્ખો રાખવો જોઈએ.એટલે ધનતેરસના દિવસે ઓફિસમાં કુબેરની સ્થાપનાના સ્થાને સાફ સફાઈ કરવી જોઈએ. આ સ્વચ્છતા વ્યક્તિને કામ પ્રત્યેની સક્ષમતાંનું બળ પૂરું પાડે છે.

પૂર્વ દિશામાં પિત્તળના લોટામાં પાંચ પાંચના ૫૦૧ ‚પિયાના સિક્કા મુકવાથી લક્ષ્મીજી સ્થાયી થશે

લક્ષ્મી પૂજનના દિવસે ઘરના કે કામના સ્થળે પ્રગતિમાં મધ્યમને મજબૂત કરવા  કે વધુ ધનની પ્રાપ્તિ માટે પૂર્વ દિશામાં પિત્તળના એક લોટામાં પાંચ દશના ૫૦૧ રૂપિયાના સિક્કા ભેગા કરી પૂર્વ દિશમાં કળશની સ્થાપના કરવાથી  લક્ષ્મીજી સ્થિર થાય છે.ઉપરાંત પૂર્વ દિશમાં લક્ષ્મી પૂજન કે હોમ હવન ક્રિયા કરવાથી તેમજ માઁ લક્ષ્મીજીનો બેઠા હોય તેવો ફોટો કે પ્રતિમા સ્થાપિત કરવાથી પણ લક્ષ્મીજી સ્થિર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.