વીરપુર હાઇવે તથા બસ સ્ટેન્ડથી મંદિર જવાનો માર્ગ નવો બનાવો: લોક માંગ

સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે હાઇવે અને બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો પીડબલ્યુડી દ્વારા બે વર્ષ પૂર્વે જ બનેલ રોડની અતિ બિસ્માર તેમજ ખાડાખબળાવાળો થઈ ગયેલ હોવાથી વિરપુર સરપંચ દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી જેમને લઈને રોડ નવો બનાવવા લોકમાંગ ઉઠી છે.

જ્યા દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામબાપાના દર્શને આવે છે ત્યાં વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વિરપુર ગામથી હાઇવે પર જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવર જ્વર રહે છે.ઙઠઉ દ્વારા બે વર્ષ પૂર્વે જ બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો બનેલ આ રોડ પર બન્ને સાઈડ પેવર બ્લોક નાખેલ જે પેવર બ્લોક અનેક જગ્યાએ થી ઉખડી ગયા હોવાથી આ રોડ અતિ બિસમાર બની ગયો છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ તેમજ અકસ્માત થવાની શક્યતા રહેલ છે અને કેટલાય લોકો તો આ રોડ પરના ખાડાઓને કારણે વાહન પરથી નીચે પટકાયા છે. જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓએ તેમજ વિરપુર ગ્રામ પંચાયતના સરપંચે હાઇવે પરથી તેમજ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ નવો સીસી રોડ બનાવવા માંગ કરી છે.

Loading...