દિવાળીના નાસ્તામાં ઘરે જ બનાવો ટેસ્ટી ભાખરવડી

66

ભાગ્યે જ હશે કોઈ ગુજરાતી જેને ભાખરવડીના ભાવતી હોય, જોકે સામાન્ય રીતે આપણાં બધાના ઘરે ભાખરવડી બહારથી જ લાવવામાં આવતી હોય છે ભાખરવડી ઘરે બનાવીખૂબ જ સરળ છે તેમાં પણ જો તેને દિવાળી પર નાસ્તા પર બનાવમાં આવે તો કઈક વાત જ અલગ લાગે તો ચાલો ભાખરવડી બનવાની રીત…

સામગ્રી :
1 કપ મેંદો

3/4 કપ ચણાનો લોટ

મીઠું સ્વાદઅનુસાર

1 ચમચી હળદર

1/5 ચમચી મરચું

1 ચમચો ગરમ તેલ

ભાખરવડી નું ફીલિંગ બનાવા માટે

૨ ચમચી ખસખસ

૨ ચમચી તલ

૧ ચમચી ઘાણા

૨/૩ ચમચી ખમણેલું નાળિયેર

૧ ચમચી જીરું

૧ ચમચી વરિયારી

૧ આમચૂર પાવડર

૧ ચમચી ખાંડ

૧/૫ ચમચી ગરમ મસાલો

૧ ચમચી મીઠું

૧ ચમચી હિંગ

1 ચમચી હળદર

1 ચમચી મરચું

બનવાની રીત :

ભાખરવડી બનાવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં મીઠું સ્વાદઅનુસાર એક ચમચી હળદર અડધી ચમચી મરચું તેમજ એક ચમચો ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો.

ત્યારબાદ મસાલો બનાવા માટે એક પેનમાં ૨ ચમચી ખસખસ , ૨ ચમચી તલ , ૧ ચમચી ઘાણા , ૨/૩ ચમચી ખમણેલું નાળિયેર ઉમેરી તેને ધીમા આંચ પર શેકી લો ત્યારબાદ તેને ગેસ પરથી નીચે બાઉલમાં નીકાળી લો હવે તેમાં ત્યાર કરેલ લોટ થોડો ઉમેરી તેમાં ૧ ચમચી જીરું, ૧ ચમચી વરિયારી, ૧ આમચૂર પાવડર, ૧ ચમચી ખાંડ , ૧/૫ ચમચી ગરમ મસાલો ,૧ ચમચી મીઠું ,૧ ચમચી હિંગ, 1 ચમચી હળદર , 1 ચમચી મરચું ઉમેરી તેને મિકસચરમાં ક્રશ કરી લો.

હવે, ત્યાર કરેલ લોટમાં પાણી ઉમેરી લોટ બાંધી લો. અને તેને રોટલી આકારમાં વણી લો. હવે તેમાં મસાલો ઉમેરી લો. અને તેનો રોલ વાળી લો અને તેને તેના કટકા કરી તેને થોડું પ્રેસ કરો. હવે તેને તળી લો તો ત્યાર છે ભાખરવડી….

 

Loading...