Abtak Media Google News

વધેલા ભાતનો સારી રીતે ઉપયોગ કઇ રીતે કરવો,આપણે ઘરેલું જીવનમાં ભાત જ્યારે વધે ત્યારે આપણે ભાતને વઘારી નાંખીએ છીએ અથવા તો તેનો ઉપયોગ આપણે ખીચડી તરીકે કરતાં હોઇએ છીએ. પરંતુ આજે દરેક વસ્તુનો ઉપયોગ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે કરી શકીએ છીએ. માટે આજે અહીં અમે તમને વધેલા ભાતનો ઉપયોગ કઇ રીતે કરવો તે રીત શીખવાડીશું.

સામાન્ય રીતે રસગુલ્લા એ દરેકને ભાવતી આઇટમ છે પરંતુ જો તમે રસગુલ્લામાં પણ કંઇક વેરાઇટી અપનાવો તો ખાવાની આઇટમમાં કંઇક અનેરો જ ટેસ્ટ આપણને ચાખવા મળે. માટે આજે આપણે વધેલા ભાતમાંથી ગુલાબજાંબુ પણ બનાવી શકો છો અને વધેલા ભાતમાંથી બનાવેલા આ રસગુલ્લા એટલા સ્વાદિષ્ટ લાગશે કે તમે બહારથી રસગુલ્લા મંગાવવાનું ભૂલી જશો

રસગુલ્લા બનાવવાની માટેની સામગ્રીઃ

રસગુલ્લા બનાવવા માટે તમારે જોઈશે 1 નાની ચમચી આરા લોટ, 1 નાની ચમચી મેંદો, 1 મોટો ચમચો મિલ્ક પાવડર, 1 ચમચી ઘી, દોઢ કપ ખાંડ, 3 કપ પાણી અને દોઢ કપ જેટલા ભાત. આટલી સામગ્રીનાં આધારે તમે 3થી 4 જણાં લોકો માટે રસગુલ્લા બનાવી શકો છો.

3/7 ભાત પીસી લોઃ
સૌ પહેલા ભાતને તમે મિક્ષર કે બ્લેન્ડરમાં નાંખી તેને સહેજ કરકરો પીસી લો. તેમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે મિક્ષરને 1 નંબર પર જ ફેરવવું. જો તેનાંથી વધુ ફેરવશો તો ભાતની પેસ્ટ વધુ પડતી સ્મૂધ થઈ જશે. પછી એક પ્લેટ પર ઘી લગાવી તેની સપાટી ચીકણી કરી લો અને તેના પર પીસેલા ભાત કાઢી લો.

4/7 રસગુલ્લાનું મિશ્રણઃ
આ પેસ્ટમાં આરા લોટ, મેંદો, મિલ્ક પાવડર નાંખી તેને બિલકુલ સરસ રીતે મિક્ષ કરી લો. આ મિશ્રણનો લોટ જેટલો વધારે મસળશો તેટલાં જ રસગુલ્લા વધારે નરમ બનશે.

5/7 રસગુલ્લાનાં બોલ્સઃ
રસગુલ્લા બનાવવા માટે તમારૂ મિશ્રણ હવે તૈયાર છે. હવે આ મિશ્રણમાંથી રસગુલ્લા બનાવવાનાં નાના-નાના બોલ્સ તૈયાર કરી લો.

6/7 ચાસણીઃ
એક ગેસ પર પેનમાં પાણી અને ખાંડ નાંખી 4થી 5 મિનિટ સુધી તેને ઉકાળો અને પછી આટલું કરશો એટલે રસગુલ્લા માટે જરૂરી ચાસણી તૈયાર થઈ જશે.
7/7 રસગુલ્લા તૈયાર કરવાની રીતઃ
ચાસણી તૈયાર થઈ જાય એટલે રસગુલ્લા પેનમાં નાંખી દો અને 2-3 મિનિટ પછી ગેસ મિડિયમ કરી બે મિનિટ સુધી રસગુલ્લાને સીઝવા દો. ત્યાર બાદ રસગુલ્લાને ઉથલાવી તેને બીજી સાઈડ સીઝવા દો. ગેસ ધીમો કરતાં-કરતાં 10થી 15 મિનિટ સુધી રસગુલ્લા તૈયાર કરી દો. તો હવે તમારા આ સ્વાદિષ્ટ રસગુલ્લા તૈયાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.