ભાત નહી પણ આ વસ્તુથી બનાવો સ્વાદિષ્ટ પુલાવ

227

બ્રેડ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી :

  • 1 વાટકી બેડના ટુકડા
  • 1 બટેકુ
  • 3 ડુંગળી
  • 1 લીલું મરચું
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • 1/2 ચમચી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1ચમચી લીંબુનો રસ
  • મીઠું
  • 1 ચમચો તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ચપટી હિંગ
  • લીમડાના પાન

બ્રેડ પુલાવ બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરો.

વઘાર કાર્ય પછી તેમાં બટેકા ઉમેરી, મીઠું, હળદર ઉમેરી સાંતળવા.

બટેકા ચડે એટલે તેમાં ડુંગળી ઉમેરી તેમાં લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી તેમાં બ્રેડના ટુકડા ઉમેરો. બધું બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો.

સર્વિંગ પ્લેટમાં બ્રેડ પુલ લઈ તેને કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે બ્રેડ પુલાવ

Loading...