મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ: દેશમાં હવે ઘર આંગણે આધુનિક સબમરીન બનશે

381

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને લાંબા સમયથી સબમરીનની જરૂરીયાતના પ્રોજેકટ પર મારી મંજુરીની મહોર

ભારત સરકાર દ્વારા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નવી સિકસ જનરેશન સબમરીન નિર્માણના પ્રોજેકટને લીલીઝંડી આપવાનો અંતે નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટમાં સૌથી વધુ વિવહાત્મક અને ગૌરવપ્રદ પ્રોજેકટ જેવા ઘર આંગણે જ સિકસ જનરેશન સબમરીન બનાવવાનો પ્રોજેકટ સાકાર કરવામાં આવશે. ૨૦૦૭માં દેશના સંરક્ષણ મંત્રીએ સબમરીન નિર્માણના પ્રોજેકટ ૭૫નું કામ હાથમાં લીધું હતું. અંડર-વોટર પ્રોજેકટમાં સૌથી મોટો પ્રોજેકટ ૫૦ હજાર કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને ડિફેન્સ કાઉન્સીલમાં આ પ્રોજેકટને લીલીઝંડી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી પડતર રહેલા નિર્ણય લેવાના વાંકે અટકી પડેલા સંરક્ષણ માટે મહત્વના ઘર આંગણે વિદેશી સહયોગથી તૈયારી થનારી આધુનિક સિકસ જનરેશન સબમરીનનો પ્રોજેકટ સાકાર કરવા કમરકસી છે.

અગાઉ ૨૧ હજાર કરોડના ખર્ચે બે મશીનવાળા નેવલ લાઈટ ઈવિટીનીટી ચોપર પ્લેન ઘર આંગણે બનાવવાનું નકકી થયું હતું તે પ્રોજેકટ ઓગસ્ટ-૨૦૧૮માં સરકારે સાકાર કર્યા બાદ સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં સબમરીન પ્રોજેકટ હાથ ઉપર લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઈન ઈન્ડિયાના પ્રોજેકટને સાકાર કરવામાં સફળતા મળી છે.

ભારતીય નૌકાદળને ઘણા લાંબા સમયથી સિકસ જનરેશન સબ મરીનની જરૂરીયાત હતી. આ સબમરીન દરિયાથી દરિયામાં અને દરિયાથી ભૂમિ પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. સબમરીન પરથી ક્રુઝ મિસાઈલ અને હવાઈ હુમલાની ક્ષમતા ઉભી થશે. વિદેશના સહયોગથી ઘરઆંગણે તૈયાર થનારી આ સબમરીન બે વર્ષમાં જ તૈયાર થઈ જશે. આગામી દિવસોમાં ભારત નૌસેનાની શકિતમાં વિદેશના ટોચના દેશો સાથે કદમ મિલાવતો થઈ જશે.

સરકારે સબમરીન નિર્માણ માટે ફ્રાંસ, જર્મની, રશિયા અને સ્વીડનની કંપની સાથે વાટાઘાટો આરંભી હતી અને ઘરઆંગણે ડિઝલ ઈલેકટ્રીક સબમરીનની સાથે-સાથે ન્યુકલીયર પાવર માટે અને અણુશકિતથી સંચાલિત અને અણુબોમ્બનું વહન કરી શકે તેવી સબમરીન ચાઈના અને પાકિસ્તાન સામે જરૂરી હતી. ભારતની તેર સબમરીનોમાં હાલમાં અડધી જ ચાલુ છે. સરકાર દ્વારા ઘર આંગણે સબમરીનનું નિર્માણ કરવાના આ નિર્ણયથી ન્યુજનરેશન હથિયારાઓના ઉત્પાદનમાં ભારત પગભર થઈ જશે.

ભારતે ૩.૫ લાખ કરોડના ખર્ચે ફાઈટર પ્લેન, સબમરીન, હેલિકોપ્ટર, લશ્કરની પરિવહન વ્યવસ્થાના પ્રોજેકટો હાથ પર લીધા છે તેમાં ઘર આંગણે સબમરીનોના ઉત્પાદનનું આ પ્રોજેકટ મેક ઈન ઈન્ડિયા માટે સીમાચિહનરૂપ બની રહેશે.

Loading...