કાયમ ખુશ રહેવા સદગુણો સાથે કરી લો દોસ્તી !!

આજે દરેક માનવને પોતાના જીવનમાં દોસ્તની જરૂરત હોય છે. કોઇ વિરલા જ એવા હશે જે સ્વયં માટે મિત્રની જરુરત મહસુમ ન કરતા હોય. કારણ કે જીવનમાં સુખ દુ:ખને સમજનાર દોસ્ત જ હોય છે. સંકટના સમયે પણ મદદ કરનાર દોસ્ત જ હોય છે. પરંતુ આ ધોર કળીયુગમાં મનુષ્ય સ્વયં સાથે જ વફાદાર નથી તો બીજા સાથે શું વફાદારી નિભાવશે, દરેક ઇંસાનને અનેક મિત્રો હોય છે પરૅતુ વફાદાર નિભાવશે, દરેક ઇંસનને અનેક મિત્રો હોય છે પરંતુ વફાદાર, સાચ્ચા મિત્ર શોધવા પડે છે. આજે હર કોઇને હરેક સાથે સાવધાન રહેવું પડે છે. કયા મળશે એવા સાચ્ચા…. વફાદાર… પરિક્ષાઓમાં પણ સાથે નિભાવનાર દોસ્ત? જે આપણને હર હંમેશ ખશ રાખી શકશે.

આવો…. આજે હું આપને એવા વફાદાર દોસ્તો સાથે મેળવીશ જે આપણા અંતરમનમાં જ રહે છે. તે છે આત્માના સદમુલ્ય, શું આપને મહેસુસ થાય છે કે ઘણી વખત આપણે આપણા ગુણ કે વિશેષતા રૂપી મિત્રથી ખુબ મોટી સમસ્યાઓથી બચી જઇએ છીએ?

આપણો સૌથી પહેલો મિત્ર છે… શાંતિ આ એવી સખી છે. જે અંદરથી ચુપ બેસવાની સલાહ આપે છે. તેનું કામ છે સર્વ પ્રતિ શુભ ભાવના રાખી સર્વને પોતાના જેવા શાંત બનાવવા,

બીજો આપણો મિત્ર છે, ગંભીરતા, દોસ્તોની ટીમમાં સૌથી બુઝુર્ગ આ મિત્ર છે. બાહયમુખના વ્યર્થ ચિંતન, હંસી મજાક… આ મિત્રને પસંદ નથી આવતું, તે હંમેશા આત્માને સમજદારીની વાતો સંભળાવે છે.

ત્રીજો મિત્ર છે મધુરતા જે બગડેલા સંબધો, કાર્યોને સુધારે છે, લોકોને પોતાના બનાવે છે. આપસમાં સદભાવ વધારે છે. આ જીગરજાન મિત્રને હર હંમેશ સાથે જ રાખવો જોઇએ.

આપણો એક પરમ મિત્ર છે નમ્રતા, જયારે આ સાથે હોય ત્યારે અન્ય અનેક ગુણ પણ આવી જાય છે. બધાને આ મિત્રનો સાથ ગમે છે. તે જેની સાથે હોય…. તેઓ સર્વની દુ:ખાઓથી ભરપુર થઇ જાય છે.

બ્રહ્માકુમારી ભારતીદીદી

Loading...