Abtak Media Google News

કારેલાનું નામ સાંભળતાં જ લોકો મોઢા બગાડતા હોય છે પરંતુ કારેલા બાળકોથી લઇને દરેક વયના વ્યક્તિઓ માટે ગુણકારી છે તે અનેક રોગોને ભગાડે છે તો ચાલો જટપટ નોંધી લો તેની બનાવવાની રીત

સામગ્રી :

– ૬ નંગ કારેલા

– ૨ ટેબલ સ્પુન પલાળેલી ચણાની દાળ, ૧ ટેબલ સ્પુન પલાળેલી મગની દાળ.

– મીઠું, હળદર, ૦૧૧૧ ટી સ્પુન લાલ મરચું, ૦૧૧૧ ટી સ્પુન ધાણાજીરું, ૦૧૧ ટી સ્પુન વરિયાળી

– ૨ ટેબલ સ્પુન આંબોળીયાની ગળી ચટણી, ૧ ટેબલ સ્પુન સમારેલી કોથમીર, ૦૧૧ ટી સ્પુન સુકા કોપરાનું છીણ

– ૨ ટેબલ સ્પુન તેલ, ૧ ટી સ્પુન તેલ, હિંગ

રીત :- કારેલાને છોલીને પાતળા લાંબા સમારવા, મીઠું નાખી ઢાંકીને રાખવા

– ૧ ટી સ્પુન તેલ ગરમ મુકી બંને દાળને ગુલાબી શેકવી સહેજ પાણી છાંટી અધ કચરી ચડાવવી.

– કારેલાને હળવા હાથે નિચોવવા, ૨ ટેબલ સ્પુન તેલ ગરમ કરી તેમાં હિંગ નાંખી વધારવાં બંને શેકેલી દાળ નાંખી જરુરી મીઠું, હળદર નાંખી ઢાંકીને ચડવા દેવું.

– વારંવાર હલાવતા રહેવું, લગભગ ચઢવા આવે એટલે લાલ મરચું, ધાણાજીરું વરિગાળી નાંખી ફરી ઢાંકવું.

– છેલ્લે અંબોળીયાની ગળી ચટણી ચારે તરફ નાંખવી તેમજ હળવુ હલાવવું.

– કોથમીર, કોપરું ભભરાવી શાક તૈયાર કરવું, પૂરી સાથે શાક સર્વ કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.