Abtak Media Google News

દરેક તહેવારમાં અનેક ભેટ તેમજ ઉપહાર લોકો દ્વારા આપતાં હોય છે. ત્યારે અનેક તહેવાર અનુરૂપ કાર્ડ મળતા હોય છે ત્યારે આ નાતાલ પર તમારા બાળકને અવશ્યપણે શીખવો કઈ રીતે તે પણ બનાવી શકે પોતાની રીતે એક કાર્ડ તે પણ સૌ ઘરના સમાનમાથી જ અને આપી શકાય નાતાલ નિમિતે.

 કાર્ડ બનાવા માટે સામગ્રી:-

  • કાગળ
  • કાતર
  • ગુંદર
  • પંચિંગ મશીન
  • રંગોવાળા કાગળ
  • સોનેરી  રંગના મોતી
  • ડિઝાઈન માટે ઊપસેલી પંચિંગ મશીન

કાર્ડ બનાવા માટે રીત :

  • એક સફેદ કાગળ લઈ તેને કાર્ડના આકારમાં ખૂલે અને બંધ થાય તેમ વાળી લો. તેની વચ્ચે કાતરથી અથવા કોઈ ગોળ આકારથી ચક્કર ઉપર વચ્ચે કાપી લો.
  • ત્યારબાદ બીજા કોઈ અલગ રંગના કાગળને લંબચોરસ કાપી લો. તેને ગુંદર વળે તે ગોળ કાપેલા ચૅકર નીચે લગાડી દયો.
  • તેના પછી અવનવી ડિઝાઈન વાળા પંચિંગ મશીનથી અલગ રંગના કાગળ લઈ તેના વળે તેનાથી મન ગમતા આકારમાં કાપી લ્યો. તેના પછી તેના પર સોનેરી મોતી લગાવી દયો. જેમાંથી ફૂલ અને પાંદડાની આકારથી બનાવી લ્યો.
  • આ તૈયાર થયા એક પછી એક કાર્ડને પહેલાં ચકરની આજુબાજુ ગુંદર વળે ચોટાડી લ્યો અને ત્યાર બાદ સોનેરી મોતી પહેલાં ચકર નીચે અલગ રંગના કાગળ પર ચોટાડી દયો. ત્યારબાદ અંતે તેના બીજા પન્ના ખોલી તેમાં તમે તમારા શબ્દોમાં શુભેચ્છા પાઠવી તેને નાતાલ નિમિતે કોઈને ભેટ આપો.

તો તૈયાર છે તમારું ખૂબ સુંદર અને એકદમ અલગ કાર્ડ જે બનશે તમારા નાતાલ માટે એકદમ ખાસ.

7537D2F3 19

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.