Abtak Media Google News

દિવાળીમાં ઘુઘરા ન બનાવીએ તો લાગે કે જાણે કાંઈ નથી બનાવ્યુ. આ વર્ષે તમે પણ તમારા મનભાવન ઘૂઘરા બનાવો આ રહી રીત જે તમને આપશે દિવાળીમાં ટેસ્ટી ઘુઘરાથી મહેમાનોની વાહવાહી.

સામગ્રી:

  • ૫૦૦ ગ્રામ મેંદો,
  • ૫૦ ગ્રામ દૂધ,
  • લોટ બાંધવા તળવા માટે ઘી,
  • 400 ગ્રામ માવો,
  • 100 ગ્રામ રવો,
  • 2 ટે. 400 ગ્રામ દળેલી ખાંડ,
  • ઈલાયચી પાવડર બે ચમચી,
  • 100 ગ્રામ કાજુ ટુકડી,
  • 50 ગ્રામ કિસમિસ.
  • 100 ગ્રામ નારિયળનું ઝીણું છીણ

 બનાવવાની રીત –

એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. પૂરણ બનાવવાની રીત – ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો. હવે બાંધીને ઢાંકેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના 50-60 લૂઆ થશે. લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘૂઘરા બનાવી લેવા. ઘુઘર ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા પહેલા બીબાના કિનારે સહેજ દૂધ લગાવી બંધ કરો. આ રીતે બધા ઘુઘરા બનાવી સાડી નીચે ઢાંકી મુકો. બધા ઘુઘરા બની જાય કે ગરમ ઘી માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.