Abtak Media Google News

આજકાલની યુવતીઓ સૌદર્ય પ્રત્યે જાગૃતની સાથે સુંદર રંગ-‚પ મેળવવાની પણ ઇચ્છા ધરાવે છે. પરંતુ ઘણીવાર તેઓ હાથની ત્વચા પર ખાસ ધ્યાન આપી શકતી નથી. જેથી ચહેરાની સરખામણીએ હાથની ત્વચા નિસ્તેજ બની જાય છે. તે માટે આજે જ કેટલીક અવનવી ટીપ્સ જણાવીશ જેનાથી તમારી ત્વચાને સુંદર, સોફ્ટ અને ચમકદાર બનાવશે. જે આ પ્રમાણે છે.

૧- જો તમારા હાથ વધારે રફ છે. તો હાથને હુંફાળા પાણીમાં રાખો પછી હાથીને સુકવીને બદામનું તેલ લગાવો. અને જો તમારા હાથ પર કચરલી હોય તો તેને દૂર કરવા માટે બટાકાનો રસ હાથ પર સારી રીતે મસળો. અથવા તો બટાકાને વચ્ચેથી કાપીને હાથ પર ઘસો. આવુ કરવાથી તમારા હાથ પરનું ટેનિંગ દૂર થઇ જશે અને ત્વચા ચમકદાર બનશે.

૨- રાત્રે સુતા સમયે એક ચમચી મલાઇમાં બે-ત્રણ ટીપા લીંબુનો રસ થતા બે-ત્રણ ગ્લીસરીન મેળવીને હાથ પર સરખી રીતે લગાવો તેનાથી હાથ પરની ત્વચા સુંદર બનશે.

– હવે અડધુ લીંબુ કાપી લો તેના પર એક ચમચી ખાંડ રાખીને હાથ પરની ત્વચા પર ઘસો, જ્યાં સુધી ખાંડ પૂરી રીતે ઓગળીના જાય. આ ઉપચારથી હાથ પર રફનેસ, કાળાપણુ તથા કરચલીઓ દૂર થઇ જાય છે.

૩- હાથ અને નખનું સૌદર્ય જાળવી રાખવા માટે દરરોજ પૌષ્ટિક આહારનું સેવન કરો. અને એક મોટી ચમચી દહીંમાં એક નાની ચમચી બદામ મેળવી લો. ત્યાર બાદ તેને સરખી રીતે હાથો પર લગાવો અને અડધા કલાક બાદ હુંફાળા પાણી વડે ધોઇ લો. આ પ્રયોગ સપ્તાહમાં એક વખત જ‚ર કરો તેનાથી ખડબચડા હાથ મુલાયમ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.