કઈક અલગ જ સ્વાદ સાથે આ રીતે ઘરે બનાવો : હવાઇયન બર્ગર

155

સામગ્રી

બર્ગર બન ૧ નંગ, લેટ્યુસ જરૂર મુજબ, કોલેસ્લોવ બે ટેબલસ્પૂન, પાઈનેપલ સ્લાઈસ (ટીનની) ૧ સ્લાઈસ, સાલસા સોસ ૧ ટેબલસ્પૂન, મક્કેઇન વેજ બર્ગર ૧ નંગ, ટોમેટો સ્લાઈસ- ૩ સ્લાઈસ, મક્કેઇન ઓનિયન રીંગ-૩ નંગ, ચીઝ સ્લાઈસ-૧ નંગ, માખણ- ૧૫ ગ્રામ, વેજ મેયોનિઝ-૨૦ ગ્રામ

બનાવવાની રીત:

 બર્ગર બનને વચ્ચે આડો કાપો પાડો અને તેના પર માખણ લગાવી તવી પર શેકો. આ દરમ્યાન મક્કેઇન વેજ બર્ગર પટ્ટી અને ઓનિયન રિંગને સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બનના અંદરના પડ ઉપર મેયોનિઝ સોસ લગાવો. તેના ઉપર લેટ્યૂસ, કોલેસ્લોવ, ટામેટાંની સ્લાઈસ અને ચીઝ સ્લાઈસ ગોઠવો. તેના ઉપર તળેલી પટ્ટી, મેંગો સાલ્સા સોસ અને ઓનિયન રિંગ મૂકો. બનના ઉપરના અડધા ભાગ ઉપર બાકી રહેલું મેયોનિઝ લગાવો અને તેના ઢાંકીને સર્વ કરો.

Loading...