Abtak Media Google News

આજે અમે તમને જણાવીશુ કે આ દૂધપાક એ કેવી રીતે બનાવાય. કારણ કે દૂધપાકનુ નામ સાંભળતા જ અત્યારે દરેક લોકોના મોંમા પાણી એ આવી જાય છે. અને દૂધપાક ખાસ કરીને શુભ પ્રસંગે તેમજ શ્રાદ્ધમા પણ બનાવવામા આવતી વાનગી છે. અને તે ખાવામા ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. માટે તો ચાલો જોઇએ કે કેવી રીતે બનાવાય છે દૂધપાક

આ છે દૂધપાક બનાવવાની સામગ્રી:-

   – ૧ લીટર દૂધ

  – ૨ મોટી ચમચી બાસમતી ચોખા જરૂરિયા પ્રમાણે

 – કેસર જરૂરિયાત મુજબ

– ચારોળી ૫ મોટી ચમચી

– ખાંડ ૧ નાની ચમચી

– એલચીનો પાઇડર ૧ નાની ચમચી

– જાયફળનો પાઉડર

દૂધપાક બનાવવાની રીતિ:-

તમારે સૌપ્રથમ તો દૂધપાક બનાવવા માટે ચોખાને અડધો કલાક પહેલા પાણીમા પલાળીને મૂકી રાખો. અને ત્યાર પછી તમે દૂધને ધીમી આંચ પર વ્યવસ્થિત ગરમ કરવા માટે મૂકો અને પછી તેને હવે પલાળેલા ચોખાને દૂધમા નાખી દો અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. અને હવે એક નાની વાટકીમા તમે થોડૂક દૂધ લઇને તેમા કેસર ઉમેરી લો. પછી હવે તેમા આ ચોખા નરમ થાય એટલે તેમે ચેક કરી લો અને દૂધને તમે ઉકળવા દો.

પછી હવે તેમા તમે કેસર અને ચારોળી એ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ હવે ચોખા એ બરાબર નરમ થાય એટલે તેમા તમે ખાંડ ઉમેરી લો અને ખાંડ એ ઓગળે એટલે તેમા તમે એલચી તેમજ જાયફળનો પાઉડર એ ઉમેરીને બરાબર તેને મિક્સ કરી લો અને ત્યાર બાદ ૫ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો અને તેને ગેસ એ પરથી ઉતારી લો. અને હવે તેમા બદામ અને પિસ્તાની કતરન એ ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.