Abtak Media Google News

મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ: વળતર ચૂકવવા માંગ

જસદણ વીછીંયા તાલુકામાં રાત્રીના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવન તાળવે ચોંટી ગયા હતા. અગાવું ભારે વરસાદથી પાક ખરાબ થયો હતો હવે પાછળના વરસાદએ માઝા મુકતા ખેડુતોની હાલત પડયા પર પાટુ જેવી થઇ છે ખેડુત યુવા અગ્રણી પ્રવીણભાઇ છાયાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસના વરસાદમાં ખેડુતોએ ઉપાડેલી મગફળીના પાથરા પલળતા કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

સરકારે ખેડુતોને વળતર આપવું જોઇએ મગફળીના પાથરા પલળી જતાં ખેડુતોને મોઢે આવેલ કોળિયો છીનવાઇ ગયો છે એક તો ખેડુતો દેવાદાર અને લાંબા સમયથી કુદરતી થપાટને કારણે હાલ બે હાલ છે ત્યારે સરકારે ખાસ ઘ્યાન આપવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.