Abtak Media Google News

માનવ સંશાધનનો વધુ સારી રીતે ઉપયોગ થાય તે માટે લેવાયો નિર્ણય

ભારતીય ભૂમિદળને વધુ મજબુત અને સક્ષમ બનાવવા માટે મોટાપાયે સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સેનાના આધુનિકરણ માટે પણ મહત્વના નિર્ણયો લેવાય રહ્યા છે. ચીન સાથેના વિવાદમાં વારંવાર મળતી યુદ્ધની ધમકીઓને પગલે સરકાર પણ સેનાને સક્ષમ બનાવવા બાબતે વધુ સચેત બની છે. હવે સેનામાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત ૫૭૦૦૦ જેટલા સૈન્ય અધિકારીઓ અને અન્ય રેન્કના જવાનોમાં ફેરબદલીનો નિર્ણય થયો છે. આ સુધારા પ્રક્રિયા શ‚ પણ કરી દેવામાં આવી છે. માનવ સંશાધન સહિત તમામ સંશાધનોનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુધારાની આ પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પુરી થઈ જશે. ભૂમિદળમાં કુલ ૧૨ લાખ જવાનોનું સંખ્યાબળ છે. સંરક્ષણ મંત્રી અ‚ણ જેટલીએ કહ્યું હતું કે, સ્વતંત્ર ભારતમાં કદાચ પ્રથમવાર આટલા મોટા પાયા પર સેનામાં સુધારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડોકલામ જેવા ઘટનાક્રમને પગલે આ કવાયત હાથ ધરાઈ છે કે કેમ તેવા સવાલના જવાબમાં જેટલી કહ્યું હતું કે, આ પ્રક્રિયા કોઈ એક ઘટનાને પગલે નથી થઈ રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.