Abtak Media Google News

ભારતના દિગ્ગજ કાર નિર્માતા કંપની મહિન્દ્રાએ તેની લોકપ્રિય એક્સયુવી 500 નું w9 મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ૧૫.૪૫ લાખ રૂપિયા રાખી છે. કારનું નવું w9 લેવલ ટોપ-સ્પેસીફીકેસન w10 ગ્રેડથી નીચું હશે. અને એક્સયુવી 500 ના w8 ટ્રીમને રિપ્લેસ કરશે.

ચાલો જાણીએ એક્સયુવી 500 w9 મોડેલ વિશે

1 એક્સયુવી 500 w8 થી ઓછી છે કિંમત

મહિન્દ્રા એક્સયુવી 500 ના w9 મોડેલમાં સૌથી ખાસ વાત તેની કિંમતમાં છે કેમકે તેની કિંમત w8 મોડેલ થી ઓછી છે. મહિન્દ્રા એક્સયુવી 500 w9 મોડલ w8 કરતા 28.000 સસ્તી છે.

2 એક્સયુવી 500 w10 જેવા ફીચર્સ

મહિન્દ્રા એક્સયુવી 500 w9 માં એક્સયુવી 500 w10 ટ્રીમ લેવલ જેવા રંગરૂપ સાથે રીયરવ્યું કેમેરા અને ડાયનામિક ગાઈડલાઈન્સ દેવા માં આવ્યું છે.

3 પાવર સ્પેસીફીકેસન

મહિન્દ્રા એક્સયુવી 500 માં 2.2 લીટર mHawk ડીઝલ એન્જીન દેવા માં આવ્યું છે. આ એન્જીન 140PS નો પાવર અને 330Nm નો ટોર્ક જનરેટકરે છે. એક્સયુવી 500 w9 માં લાગેલું એન્જીન ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની સાથે મોજુદ છે.

તો આ હતી મહિન્દ્રા એક્સયુવી 500 w9. ભારતીય બજારમાં આ ગાડી નો મુકાબલો હ્યુંન્ડાય, ક્રેટા અને હેક્સા સાથે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.