Abtak Media Google News

લાર્જ કેપ સ્કીમમમાં રોકાણ કરવાની ઉજળી તક: સીઇઓ

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લાંબા ગાળાના કેપિટલ એપ્રિશિયેશન અને ગ્રોથની તકો ખાસ કરીને ઇકવીટી અને સંબોધીત લાર્જ કૈપ કંપનીઓના ડેરિવેટિઝમાં રોકાણ કરીને મેળવવા માટે ઇચ્છે છે તેમના માટે નવી ઓપન એન્ડેટ ઇકવીટી સ્કીમ મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજના રજુ કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનાં અંતર્ગત મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના સીઇઓ અને એમડી આશુતોષ બિન્નોઇએ જણાવ્યું હતું કે ભારતની લાર્જ કેપ કંપનીઓમાં વિવિધ માર્કેટ સાયકલમાં ઓછી વોલેટેબીટી જોવા મળે છે. જયારે આ માર્કેટ સાઇકલ્સમાં સંબંધીત રીતે વેલ્યુએશનલ રીઝનેબલ રહ્યા છે. મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ સ્ક્રીમ આકર્ષક લાંબા ગાળાના રોકાણની તકો આપી રોકાણકારો તેમના રોકાણ દ્વારા વધુ કેપિટલ એપ્રિશિયેશન ઇચ્છે છે તેઓએ મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજનામાં સામેલ થવું જોઇએ.

નવા ફંડની ઓફર રર ફેબ્રુઆરી ૨૦૧૯ ની ઓપન થશે અને ૮ માર્ચ, ૨૦૧૯ ના રોજ બંધ થશે. આ સ્કીમ અલોટમેન્ટની તારીખથી પાંચ બીઝનેસ દિવસમાં સતત વેચાણ અને પુન: ખરીદી માટે રિઓયન થશે. સાથો સાથ આવનારા નવા ફાઇનાન્સીયલ વર્ષમાં વધુ ચાર થી પાંચ પ્રોડકટ લોન્ચ કરવામાં આવશે.

મહિન્દ્રા પ્રગતિ બ્દુચીપ યોજના ૮૦ ટકા રોકાણ ઇકવટી અને ઇકવીટી સંબંધીત લાર્જ કેપ કંપનીઓના ઇન્સ્ટુમેન્ટસમાં રોકાણ કરશે અને  ૨૭ ટકા સુધીનું રોકાણ ઇકવીટી અને અન્ય કંપનીઓમાં રોકાણ કરશે. આ સ્કીમ ૨૦ ટકા સુધી ડેટ અને મની માર્કેટ સિકયુરીટીઝમાં રોકાણ કરશે અને આરઇઆઇટી અને આઇએનવીઆઇટી દ્વારા ઇસ્યુ થયેલા ૧૦ ટકા યુનિટસમાં રોકાણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.