માહી મિલ્ક સર્વિસ હવે આંગળીના ટેરવે: એપ લોન્ચ કરાઈ

81

ગ્રાહકોને વિનામૂલ્યે ઘર સુધી દુધ સહિતની પ્રોડકટ પહોંચાડાશે

માહી મીલ્ક પ્રોડયુસર કંપન લીમીટેડ દ્વારા રાજકોટ ખાતેથી માહી મીલ્ક મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં હાલ લોક ડાઉન છે ત્યારે માહી મીલ્કના ગ્રાહકો માટે કંપનીએ ગ્રાહકોને સરળતાથી દૂધ તેમજ તેમની લીકવીડની તમામ પ્રોડકટ તેમના ગ્રાહકોને ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી શરૂ કરવામાં આવી છે. તેમજ સવારનાં ૭ થી ૧૧ અને બપોરનાં ૩ થી ૮ આ એપ્લીકેશનથી ઓર્ડર કરી શકાશે અને ડિલેવરી બોય દ્વારા ઘર સુધી આ પ્રોડકટને નિશુલ્ક પહોચાડવામાં આવશે. તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતીઓના પગલે આ સેવા પૂરી પાડવામાં આવશે.

લોકડાઉનમાં ગ્રાહકોને ઘર બેઠા સરળતાથી સર્વિસ મળશે: ચીફ એકઝીકયુટીવ યોગેશકુમાર પટેલ

રાજકોટમાં માહી મીલ્ક કંપની દ્વારા લોકડાઉનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે ખાસ આ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. હાલ આ એપ્લીકેશનમાં દૂધથી લઈ તમામ લીકવીડની પ્રોડકટ મળી

રહેશે તેમજ પેમેન્ટ પણ ઓનલાઈનકાર્ડ દ્વારા કરવામાં આવશે. સાવચેતી અને તકેદારીને ધ્યાનમાં રાખીને ડીલેવરી બોય દ્વારા ઘરે ઘરે ડીલેવરી પહોચાડવામાં આવશે. આ સેવાનો લાભ સવારના ૭ થી ૧૧ અને બપોરનાં ૩ થી ૮ માંગ હકો લઈ શકે છે.

Loading...