સોમનાથ મહાદેવજીને ઓનલાઈન ધ્વજા ચડાવતા મહેશ રાજપૂત

દર અમાસે સોમનાથ મહાદેવજીને ધ્વજા ચઢાવવાનો સંકલ્પ

રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ રાજપૂત દ્વારા ગત તા.૨૨/૫/૨૦૨૦ ના અમાસ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગમાં ના પ્રથમ એવા સોમનાથ મહાદેવજી ને અમાસના દિવસે ધ્વજા રોહણ કરવા સંકલ્પ કર્યો હતો તેમજ તેઓ દર અમાસના દિવસે ધજા ચડાવવા સંકલ્પ કરેલ છે અને કોરોના મહામારી ના પગલે લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે છેલ્લા બે માસ થી ધજા રોહણ કરવામાં નથી આવી પરંતુ , ઓનલાઈન ડીઝીટલ દર્શન શરૂ થવાથી મહેશભાઈ રાજપુત દ્વારા પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન સોમનાથ મહાદેવજી ને ધ્વજા ચડાવી મહેશભાઈ એ સંકલ્પ પૂર્ણ કરેલ છે તેમજ કોરોના મહામારી ઝલદી ખતમ થઇ જાય અને જાનહાનિ ટળે તેવી ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરી હતી.

Loading...