Abtak Media Google News

મધુર બોધ વચનોનો લ્હાવો લેતાં ગોંડલ રોડ વેસ્ટ સંઘના ભાવિકો: પૂ. સદગુરુદેવને ફરી રાજકોટ પધારવા વિનંતી કરતા સંઘ પ્રતિનિધિઓ

પ્રભાવશાળી વ્યકિતત્વ મધુરવાણી, અગાધ જ્ઞાન અને પ્રભુ ધર્મ પ્રત્યેની ખેવનાના આધારે હજારો આત્માઓને કલ્યાણના માર્ગ તરફ દોરી જઇ રહેલા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજે રાજકોટ નગરથી વિહાર કરતાં પૂર્વે ગોંડલ રોડ સ્થાનકવાસી જૈન સંઘમાં પધરામણી કરીને ભાવિકોને બોધિત કર્યા હતા.

આ અવસરે પૂજય અજીતબાઇ મ.પૂજય મ. પૂજય સુજીતાબાઇ મ. પૂજય સંજીતાબાઇ મ. પૂજય હેમાંશીબાઇ મ. તેમજ સંધાણી સંપ્રદાયના પૂજય આરતીબાઇ મ. અને પૂજય ખ્યાતિબાઇ મ.ની વિશેષભાવો સાથેની ઉ૫સ્થિતિ ઉપરાંત રોયલ પાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, નેમીનાથ વીતરાગ સંઘના ભરતભાઇ દોશી, કીરીટભાઇ સરદારનગર સંઘના મેહુલભાઇ, જીતુભાઇ કોઠારી, મુંબઇ પારસધામ સંઘના જીગરભાઇ શેઠ, ગોંડલ સંઘના પ્રવીણભાઇ કોઠારી, મનીષભાઇ દેસાઇ, ગીતગુર્જરીના શીરીશભાઇ બાટવીયા, નવદીક્ષીત પરિવાર સંજયભાઇ શેઠ, ગોંડલ રોટ વેસ્ટના ટ્રસ્ટીગણ જૈન ચાલ સંઘના પરેશભાઇ, મનોજભાઇ ડેલીવાળા સાધના ભવનના અલ્પેશભાઇ આદિ અનેક સંઘ શ્રેષ્ઠીવર્ગો પૂજય ને વિહાર  શુભેચ્છા અર્પણ કરવાના ભાવ સાથે પધાર્યા હતા.

વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત ભાવિકગણને પ્રભુના પ્રસન્ન વદનના ગુણધર્મની સમજ આપીને રાષ્ટ્રસંતે અત્યઁત મધુર શૈલીમાં બોધ આપતા કહ્યું કે તકલીફો, વેદનાઓ અને મુશ્કેલીઓ ચાહે જીવનમાં ગમે એટલી કેમ ન હોય પરંતુ ચહેરાની મુસ્કાન ન જાય તે મહાવીરનો વારસદાર હોય છે. જીવનમાં આ કાળમાં બીજી કોઇ સાધના કે આરાધના થાય કે ન થાય પરંતુ અન્યના ચહેરા પર જે મુસ્કાન લાવી શકે તે મહાવીરનો વારસદાર હોય છે. જો મહાવીરનો ચહેરો કદી મુરઝાએલો ન હોય તો મહાવીરના શ્રાવકનો ચહેરો પણ કદી મુરઝાએલો ન હોય શકે.

આ અવસર રાષ્ટ્રસંત વિહારની શુભેચ્છા આપતા પ્રવીણભાઇ કોઠારી, ચન્દકાન્તભાઇ શેઠ, કીરીટભાઇ રમણીકભાઇ ભરતભાઇ દોશી, જીતુભાઇ કોઠારી, જીગરભાઇ શેઠ તેમજ મેહુલભાઇએ સુંદર ભાવોની અભિવ્યકિત સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના સુસ્વાસ્થ્ય અને શાતાકારી વિહાર ચર્ચાની ભાવના ભાવ્યા બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.