Abtak Media Google News

આર્ત્મપિત રાજુજી (ધરમપુર) સાથે અબતક ચાય પે ચર્ચા

શ્રીમદ્દ રાજચંદ્રજી પાસેથી મેળવેલું જ્ઞાન ગાંધીજીએ જીવનમાં ઉત્તારી વિશ્ર્વને અહિંસાની તાકાત બતાવી

મહાવીર સ્વામીના સિઘ્ધાંતોથી વરેલું જીવન શરીર અને આત્માનું શુઘ્ધીકરણ કરે છે તેવું અબતક ચાય પે ચર્ચા દરમિયાન આર્ત્મપિત રાજુજી (ધરમપુર)એ કહ્યું હતું તેમણે કાર્યક્રમ દરમિયાન ગાંધીજીની અહિંસાની તાકાત અંગે પણ ઉંડો પ્રકાશ પાડયો હતો.

પ્રશ્ર્ન:- પર્યુષણ પર્વનું મહત્વ શું છે?

જવાબ:- પર્યુષણ પર્વને પર્વાધિકરાજ પર્યુષણ કહેવામાં આવે છે. પર્વાધિરાજ એટલા માટે કહેવાય છે કે કારણ કે પર્યુષણએ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ અને જૈનો માટે અતિમહત્વરુપ છે. કારણ કે જીવનની દિશાને સુધારવા અને પોતાની આત્માના શુઘ્ધકરણ માટે પર્યુષણ અત્યંત મહતવનો પર્વ છે. પર્યુષણના અંતિમ દીને બધા લોકો મિચ્છામી દુકકડમ કહે છે. આ સ્થિતિએ પહોંચવા માટે પર્યુષણના આઠ દિવસ તૈયારી થાય છે. અને આઠમા દિવસે મિચ્છામી દુકકડમ કહી એકબીજાની માફી માંગી પોતાની જાતને શુઘ્ધ કરે છે. આમ, આત્માની શુઘ્ધી માટે આ અત્યંત મહત્વનો અને સુંદર પર્વ છે.

પર્યુષણની સંધિ છુટી પાડીએ તો પરીક ઉષણ થાય છે. પરી એટલે પુર્ણ અને ઉષણ એટલે નિકટ આવવું આનો અર્થએ થાય છે કે પર્યુષણએ એક એવો પર્વ છે કે આપણી ભટકતી ચીતવૃત્તિને સ્વ એટલે કે પોતાની તરફ લાવવી. સ્વતરફ માટે જે આત્મ નીરીક્ષણ કરવાનું છે એ માટે પર્યુષણ પર્વ મહત્વનો છે. માનવી કઇ કઇ ભુલો કરે છે? પોતાની જાતને કઇ રીતે સુધારવી સંબંધો કઇ રીતે સુધારવા તે માટે આત્મનીરીક્ષણ જરુરી છે.

આખું વિશ્ર્વ એક આંતર જોડાણ છે જો એક માનવીના સંબંધો અને તેનું વર્તન ખરાબ છે તો તેની અસર પુરા વિશ્ર્વ પર પડે છે.

પ્રશ્ર્ન:- જૈન ધર્મ સાયન્સ સાથે જોડાયેલો ધર્મ છે તો આ બંને વચ્ચેની કડી શું છે ?

જવાબ:- જૈન ધર્મ એક સાયન્ટીફીક ધર્મ છે. આજના ડોકટરો પણ એ જ સલાહ આપે છે કે સ્વાસ્થય સારુ રાખવું હોય તો સાંજના સમયે જમવું જોઇએ.

તાજેતરમાં સંશોધકોએ સાબીત પણ કર્યુ છે કે, જો ઉપવાસ કરીએ તો આપણા સેલ્સ રીજનરેટ થાય છે. અને તપસ્યા, ઉપવાસ કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ મટાડી શકાય છે. ‘ફાસ્ટીંગ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ રમેડીઝ’

એટલે કે ઉપવાસી ખુબ જ સારો ઉપચાર છે.

ભગવાન મહાવીરના સિઘ્ધાંતો અંગે વાત કરતા આત્માર્થી રાજુજી એ કહ્યું કે મહાવીર સ્વામીએ જે સિઘ્ધાંતો આપ્યા એ પ્રમાણે જીવન જીવવાની આવે તો શારીરિક સ્વસ્થ્તાની સાથે સાથે આત્માની શુઘ્ધી પણ થશે.

પ્રશ્ર્ન:- ગાંધીજીએ પણ ઉપવાસની તાકાત અજમાવી આઝાદી અપાવી, ગાંધીજી પણ  શ્રીમદ રાજચંદ્રજી થી પ્રભાવીત થયા હતા તો ગાંધીજી અને જૈન ધર્મ વિશે શું કહેશો?

જવાબ:- શ્રીમદ્ર રાજચંદ્રજી મહાવીર સ્વામીના સાશનમાં થયેલા ઉત્કૃષ્ઠ સાધક હતા તેમણે ભગવાન મહાવીરના સિઘ્ધાંતો પોતાના જીવનમાં ચરિતાર્થ કરી ગાંધીજીને અર્પણ કર્યા હતા. અને આપણે સૌ જાણીએ જ છીએ કે, તેઓ સત્યના અરાધક હતા. જે જ્ઞાન શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાંધીજી આપ્યું એ જ્ઞાન ગાંધીજીએ પોતાના જીવનમાં ઉતારી સમગ્ર વિશ્ર્વ સમક્ષ અહિંસાની તાકાત બતાવી.

પ્રશ્ર્ન:- શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ વિશે શું કહેશો ?

જવાબ:- સંતો, મહંતો અને જ્ઞાની પુરૂષોના આચાર વિચારો આપણા જીવનમાં શ્રેષ્ઠ પ્રભાવ પાડે છે. અને આનું સર્વોચ્ચ ઉદાહરણ કોઇ હોય તો તે ગાંધીજી છે. યુગ પુરૂષ જે નાટક છે.

તેમાં ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીના બૌઘ્ધને આત્મસાત કર્યુ તે વર્ણાવાયું છે જયારે ભાગલા વખતે હુલ્લો અને તોફાનો થયા થયા હતા.

ત્યારે ગાંધીજીના અનુયાયીઓ પણ વિચલીત અને ચિંતીત થઇ ઉઠયા હતા. અને તમામ અનુયાયીઓ વિચારતા હતા કે આ હુલ્લડોનો જવાબ આપવો જ જોઇએ અને સામે હિંસા થવી જ જોઇએ. આ કપરી પરિસ્થિતિમાં ગાંધીન અહિંસા પ્રત્યે અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે, લોહીનો ડાઘ પડયો હોય તો તે લોહીથી ન નીકળે એના માટે અહિંસારુપી અને ક્ષમારુપી વૈરાગ્ય જળ જોશે. આ વાત ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રપાસેથી શીખી હતી.

પ્રશ્ર:- ધમમપુર ખાતે જૈનોનું તીર્થધામ બન્યું તે પાછળનો ઉદેશ્ય શું ? કેવી કેવી પ્રવૃતિઓ થઇ રહી છે?

જવાબ:- ધમરપુરની ખાસીયત એ છે કે પરમ કૃપાળુ દેવ અહીં તેમના છેલ્લા સમયમાં એક માસ જેટલો સમય રોકાયા હતા. અને આ જગ્યા પર તેમના પવિત્ર સ્પંદનો રહ્યા હતા. ધરમપુરની પાદરે આવેલી મોહનગઢ ટેકરી કે જે ૨૨૩ એકરની જમીન છે જયાં પરમકૃપાળુ દેવ પ્રત્યક્ષ પધાર્યા હતા તેમના દ્વારા સ્પર્ધ કરાયેલી આ પવિત્ર ભૂમિ જૈનો માટે એક આગવું સ્થાન ધરાવે છે. આથી ધરમપુર ખાતે એક નૈસંગિક વાતાવરણ ઉભુ કરાયું છે. અને દિવ્યતાથી ભરપુર અહી પરમકૃપાળુ દેવના સ્પંદનો રહેલા છે. ધરમપુર તીર્થધામમાં સત્સંગથી માંડી સ્વાઘ્યાય, ઘ્યાન, સાધના સહીતની તમામ પ્રવૃતિઓ ચલાવાય છે. તેમાં પણ ખાસ કરીને ચાલતા ઘ્યાન સાધના ભઠ્ઠીનો લાભ લેવા વિશ્ર્વભરમાંથી લોકો આવે છે. ધરમપુર પરમ કુપાળુ દેવની ચરણામૃતોથી પાવન ભુમી છે જેવા થતી પ્રવૃતિઓનો લાભ લેવોએ સૌભાગ્યરુપ છે.

પ્રશ્ર્ન:- જૈનોમાં મુર્તિપુજક, સ્થાનકવાસી, દેરાસર, દિગ્મ્બર આ બધા પંથો છે. ને તેનો ઉદેશ્ય ભગવાનને પામવાનો છે. તો આ ઉદેશ્યની ગતિ વિશે શું કહેશો?

જવાબ:- પરમ કૃપાળુ દેવે કહ્યું કે છે કે હું કોઇ ગચ્છમાં નથી હું માત્ર આત્મામાં છું મહાવીર સ્વામીએ આત્માનો મહિમા ગાયો છે. અને સમજાવ્યો છે. આત્માની શુઘ્ધી જ એક અંતિમ લક્ષ્ય છે. તેમ પરમ કૃપાળુદેવે ખાસ કહ્યું છે. સ્વાઘ્યાય શ્રેણીમાં પુષ્પમાળામાં  અનેકો બૌઘ્ધ વચનો આપેલા છે. આ બોઘ્ધ વચનોમાંના એક બૌઘ્ધવચનમાં સુંદર કહેવાયું છે કે, માનવી ગમે તે ધર્મમાં માનતો હોય તેનાથી મને કોઇ પક્ષપાત નથી. એટલે કે કહેવાનો તાત્પર્ય અ છે કે જે રાહથી સંસાર નાશ પામે તે ધર્મ તે ભકિત અને તે સદાચાર મને માન્ય નથી.

પ્રશ્ર્ન:- આત્માએ જ પરમાત્મા છે તો આત્માની પરમાત્મા તરફની ગતિ કેવી હોવી જોઇએ?

જવાબ:- ભગવાન અને સરદેવનું સ્થાન જૈનીઝમમાં એક પ્રોત્સાહનરુપે વર્ણવાયેલું છે. ભગવાન માર્ગ બતાવે છે કે મે જે પુર્ણતા અને શુઘ્ધાત્મા પ્રાપ્ત કરી છે તે તમે પણ પ્રાપ્ત કરી શકો છો. જયારે આપણે ભગવાનને જોઇએ ત્યારે આપણને પ્રોત્સાહન બળ અને ઉર્જા મળે છે કે હું પણ આ રીતે શુઘ્ધાત્મા પ્રાપ્ત કરી શકું છું. આપણે આપણી જાત પર વિશ્ર્વાસ રાખવો જોઇએ અને હાલ પર્યુષણ પર્વ દરમિયાન સાઘ્વશ્રેણીમાં સ્વયમદર્શન વિશે સમજાવાય છે. લોકો પોતાની જાતને માનતા થાય અને ભગવાન જેવું જ મારું સ્વરુપ છે. તેની અનુભુતિ કરે તે સ્વયમ દર્શનમાં સમજાવવામાં આવે છે. આ ઉપરાંત જીવન કેવી રીતે જીવવું ? તેના માટે ના સુત્રો સાંજની સાઘ્યશ્રેણીની પુષ્પમાળામાં સમજાવાય છે.

પ્રશ્ર્ન:- સાંસારીક જવાબદારીઓની વચ્ચે દીક્ષા કેવી હોવી જોઇએ ?

જવાબ:- દીક્ષા ત્રણ પ્રકારની હોય છે. જૈન સાધુ-સાઘ્વીઓની દીક્ષાને ભગવતી દીક્ષા કહેવાય કે જેઓએ પંચમહાદાત ધારણ કર્યા હોય છે અને અલ્પ હિંસા પણ ન કરે. આ એક ઉત્કૃષ્ટ કક્ષાની સર્વોચ્ચ દીક્ષા છે. જે ભગવતિ દિક્ષા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત, બીજી દીક્ષા સન્યાસ દીક્ષા છે. જે લોકોની શકિત ભગવતિ દિક્ષા સમાન ન હોય તેઓ સન્યાસ દીક્ષા લે છે જેમાં સાધુ-સાઘ્વીઓ આજીવન બ્રહ્મચર્ય પાળી સમગ્ર જીવન સાધના અને સેવા માટે અર્પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.