મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧ લાખ રૂપીયાનું યોગદાન

147

ધાર્મિક અને સેવાકીય ક્ષેત્રે છેલ્લા ૩૫ વર્ષથી ખૂબજ મોટુ યોગદાન આપતી મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૧ લાખ રૂપીયાનો ચેક એડીશનલ કલેકટર પંડયાને ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે.

તદઉપરાંત વર્તમાન સંજોગોમાં અનેકવિસ્તારોમાં રાશનકીટ પહોચાડવામાં આવે છે. ચારેય ફિરકાઓનાં પૂજય સાધુ-સાધ્વીજીઓને દવા સહિતની ચીજ વસ્તુઓ પહોચાડવામાં આવે છે. આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ નિમિતે મુખ્યમંત્રી રાહતફંડમાં આ ચેક અર્પણ કરાયો છે.

Loading...