Abtak Media Google News

ફ્રિડમ યુવા ગ્રુપના સહકારથી હાથ ધરાયા વિવિધ શાશ્ર્વત ગાંધી વ્યાખ્યાન આયોજન; શ્રેણી યોજાઈ

પંચશીલ સ્કૂલ તેમજ ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિતે ‘શાશ્ર્વત ગાંધી વ્યાખ્યાન શ્રેણી’ રૂપે ભાવનજલી કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે ફોરેનથી આવેલ માઈકલ ફલોરસનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમનો હેતુ બાપુને ભાવનજલી આપવામાં આવે તેમજ બાપુનાં ૧૧ વ્રતોમાંથી વ્રતો વિદ્યાર્થી પોતાના જીવનમાં ઉતારે આ તકે પ્રાથમિક શિક્ષણ સમિતિના નરેન્દ્રસિંહ ઠાકુર નોર્થ ઈગ્લેન્ડથી માઈકલ ફલોરસ, પ્રવીણભાઈ નિમાવત, નરેન્દ્રભાઈ ઝીબ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા ગાંધીજી વિશે વકતવ્યો આપ્યા હતા. ગાંધીજીના જીવન વિશે જાણી વિદ્યાર્થીઓ પ્રફુલ્લીત થાય હતા.

ડી.કે. વડોદરીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પંચશીલ સ્કુલ દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીને ભાવવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે વસંતપંચમી સરસ્વતીજીના જન્મદિન છે. ફોરેનથી ગેસ્ટ આવેલ છે. તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. મુખ્ય આજનો કાર્યક્રમ બાપુની નિર્વાણ તીથી છે. તેમને પુષ્પાંજલી આપી પંચશીલ સ્કુલ અને ફ્રિડમ યુવા ગ્રુપ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ ઝીબા સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

કાર્યક્રમનો ઉદેશ્ય એ છે કે પંચશીલ સ્કુલ હંમેશા ગાંધી વિચારોને લઈને અનેક પ્રવૃત્તિ કરે છે. માત્ર ગાંધીવાદી નહી ગાંધીના વિચારો થકી વિદ્યાર્થીઓમાં બાપુના વિચારોનું સિંચન થાય એમના જીવનના અગિયાર વ્રતો છષ. તેમના અમુકવ્રતો વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારે તેજ ખરા અર્થમાં બાપુને શ્રધ્ધાંજલી આપી કહી શકાય. ગાંધીજીએ કોઈ વ્યકિત ન હતા ઉચ્ચ કોટીના આત્મા હતા અને ગાંધી કયારેય નાશવંત ન હોય શકે તેમના વિચારો કાયમી શાસવંત છે. ગાંધીવિચારો થકી જીવનને કેળવી શકાય વિશ્ર્વની અટારીએ પહોચી શકાય છે. દેશના નહી સમગ્ર વિશ્ર્વના પિતા બન્યા તે કોઈ સામાન્ય વ્યકિતના હોઈ શકે ગાંધી નથી આતો ગાંધી વિચારોની આંધી છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી થકી સમાજમાં સમાજ થકી રાષ્ટ્રમાં કેળવાઈતો ખરા અર્થમાં કહી શકાય આ દેશ ગાંધક્ષ બાપુનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.