Abtak Media Google News

સાંજે પ કલાક સુધી ટિકિટ બુકીંગ ચાલુ રહેશે

વધુમાં વધુ લોકો મહાત્મા ગાંધી મ્યુઝીયમને નિહાળી શકે એવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમયમાં વધારો કરવામાં આવેલ છે.

રાજકોટને ગર્વ અર્પણ કરનારું અને ગાંધીજીના જીવન ચરિત્રને પ્રકાશિત કરતુ મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે ખુલ્લું મકવામાં આવ્યું છે અને લોકો વધુ સમય પસાર કરી શકે તે માટે આ મ્યુઝીયમનો સમય વધારવામાં આવ્યો છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

વધુમાં કમિશનરશ્રીએ જણાવેલ હતું કે, માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અર્પણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ તારીખ ૦૧-૧૦-૨૦૧૮ થી જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જ્યાં ગાંધીજીના જીવન ચરિત્ર, ગાંધીજીના ઉદ્દેશ્યો, વિચારો અને યુવાનોને પ્રેરિત કરે છે. ગાંધીજીના જીવન પર લખાયેલ પુસ્તકોનો વિશાળ સંગ્રહ પણ અહી રાખવામાં આવેલ છે. લોકો આ મ્યુઝીયમને વધુ નિહાળી શકે તેવા હેતુ મ્યુઝીયમની સમય વધારવામાં આવેલ છે.

મ્યુઝીયમ મુલાકાતનો સમય સવારના ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ સુધી,મ્યુઝીયમ ટીકિટ સમય : સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી ,લાઇટ  સાઉન્ડ શો સમય  સાંજના ૭:૦૦ કલાકે રહેશે.  મ્યુઝીયમ મુલાકાતીઓ માટે દર સોમવારે બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.