Abtak Media Google News

દેશના અલગ અલગ રાજ્યોમાંથી  આર્યો પધારશે

ટંકારા મા મહાશિવરાત્રિ એ મહર્ષિં દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વ વર્ષોથી  ઉજવવા મા આવે છે. જે અંતર્ગત આજથી ૧૨. ૧૩. ૧૪. ફેબુઆરી એ ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાશે દેશભરના જુદા જુદા રાજયો માંથી આર્યસમાજી અહી પધારશે મુખ્ય અતિથિ તરીકે હિમાચંલના મહામહીમ રાજ્યપાલ દેવવ્રત જી પધારશે યજુવેદ પારાયણ યજ્ઞ શરૂ. શહેરના મુખ્ય માર્ગો પર રોશની થી ઝળહળી ઉઠયા

ટંકારા મા સામાન્ય ઔદિચ્ય બ્રાહ્મણ પરિવાર ના કરશનજીભાઇ ત્રિવેદી ના ઘરે ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વર્ષની ઉમરે મહાશિવરાત્રિ ની મધ્યરાત્રીના ચારપ્રહર ની શિવમંદિરમા શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદર ને ફરતો જોઇને આત્મા ના અવાજ સાથે ઘર પરિવાર ને ત્યાગી અને પોતાનુ ગામ છોડીને  સાચા શિવ ની શોધમાં નિકળી પડયા હતા  અને ભારતભ્રમણ કરીને સમય જતા આર્યસમાજ ની સ્થાપના કરીને વૈદિક ધર્મ સ્થાપ્યો હતો.

અને સમાજ મા પ્રવર્તતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહર્ષિ દયાનંદ સરસ્વતી બન્યા હતા. સૌપ્રથમ દયાનંદે મુંબઈમાં આર્યસમાજ ની સ્થાપના પણ કરી હતી. મહર્ષિએ સત્યાર્થપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી.સને ૧૯૫૯ મા પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમય ના ટંકારા ના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવાલાખ રૂપિયા મા ખરીદી આર્યસમાજ સંસ્થા ને અર્પણ કર્યો હતો.

અને ત્યારથી ટંકારા મા આર્યસમાજ ની શરૂઆત થઇ હતી.ત્યારથી આર્યસમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પર્વ  ઉજવવા મા આવે છે. દરવર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આર્યસમાજ સંસ્થા દ્વારા કરાય છે.

અને દેશભર ના જુદા જુદા પ્રાંત માંથી આર્યસમાજીઓ ઉમટી પડે છે. અને મહર્ષિં ની જન્મભૂમિ મા પધારી ચારધામ ની યાત્રા જેટલુ પૂણ્યતિથી કમાયાની લાગણી અનુભવે છે. જે અર્ંતગત આગામી ૧૨તારીખ થી ૧૪ તારીખ સુધી ઋષિ બોધોત્સવ ઉજવાશે મહાશિવરાત્રિ ના દિને વૈદિકધર્મના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયો માંથી આઠેક હજાર જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારશે .

શિવરાત્રી ના દિવસે સવારે   ઓમ ધ્વજ નુ ધ્વજા રોહણ કરવામાં આવશે બાદમા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા રૂપી સરઘસ નિકળશે . સરઘસ મા વૈદિકધર્મનો પ્રચાર, આર્યસમાજ સંસ્થા ની પ્રવૃતિ ની સમજ આપતા બેનર અને સુત્રોચ્ચાર આર્યસમાજીઓ દ્વારા કરાશે . સરઘસ નુ શહેરભરમાં ભવ્ય સ્વાગત પણ થશે સૌથી મહત્વની બાબત મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમીએકતા ની ભાવના ચરિતાર્થ કરીને આર્યસમાજની શોભાયાત્રાનું સન્માન કરશે  બપોરના સમયે દયાનંદ ની શ્રધ્ધાંજલિ સભા થશે સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે આર્યસમાજ ટૃસ્ટ ના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને ત્રણહાટડી આર્યસમાજ ના મંત્રી હસમુખભાઈ પરમાર ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે આર્ય વિરો દ્વારા મુખ્ય માર્ગો પર ઓરૂમ પતાકા અને સિરીજો ની રોનક લાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.