Abtak Media Google News

કુપાજી મહાસતીજી, નમસ્વીજી મ.સ.ના ૩૧ ઉપવાસ તેમજ પવિત્રાજી મહાસતીના ૩૧ ઉપવાસ તેમજ પવિત્રાજી મહાસતીજીના ઉપવાસના પારણા કર્યા

સંયમ અને તપના ભાવોી તપસ્વી પોતાના દિવસ અને રાત સફલ કરે છે એવા તપધર્મ પ્રત્યે ઉત્કૃષ્ઠ અહોભાવ વ્યક્ત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પૂજ્ય  પરમ કૃપાજી મહાસતીજી,પૂજ્ય  પરમ નમસ્વીજી મહાસતીજી અનેગુરુભક્ત  દિલેશભાઈ ભાયાણીના ૩૧ ઉપવાસ સો પૂજ્ય  પરમ પવિત્રાજી મહાસતીજીના ૧૬ ઉપવાસના પારણાનો અવસર તપસાધનાનો જય જયકાર વર્તાવતા ઉજવાયો હતો. ગરવા ગઢ ગિરનારના આંગણે એકત્રીસ દિવસ સુધી આહારની આસક્તિનો ત્યાગ કરીને ઉગ્ર આરાધના ગુરુકૃપાએ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરનારા પરમ કૃપાજી મહાસતીજી (૬ વર્ષના દીક્ષા પર્યાય),પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજીના(આઠ મહિનાનાં દીક્ષા પર્યાયમાં)અને ગુરુભક્ત  દિલેશભાઈ ભાયાણીના માસક્ષમણ તપના પારણાની સો પૂજ્ય પરમ પવિત્રાજી મહાસતીજીના(૬ વર્ષના દીક્ષા પર્યાય) ૧૬ ઉપવાસના પારણાનો ઉત્સવ જ્યારે ઉજવાયો હતોત્યારે સમસ્ત સનકવાસી જૈન સંઘના પદાધિકારીઓ અને દેશ-વિદેશના હજારો ભાવિકો અનુમોદનાના ભાવ સો ઉપસ્તિ રહ્યા હતા.

પૂજ્ય તપસ્વી આત્માઓની અનુમોદનાકરતાં સંપ્રદાય વરિષ્ઠા પૂજ્ય પ્રાણકુંવરબાઈ મહાસતીજી, પૂજ્ય વિરમતીબાઈ મહાસતીજી, પૂજ્ય અજીતાબાઈ મહાસતીજી અને પૂજ્ય પુનિતાબાઈ મહાસતીજી એ આશીર્વચન ફરમાવ્યા બાદ  પ્રવીણભાઈ કોઠારી,  ચંદ્રકાંતભાઈ શેઠ અને  અજયભાઈ શેઠે એ તપસ્વીઓના તપની અનુમોદના કરી હતી. પરમ નમસ્વીજી મહાસતીજીના સંસારી સ્વજનો અને સમસ્ત કોલકાતા સંઘના ભાવિકોએ નૃત્ય અને સ્તવના દ્વારા તપસ્વીઓ પ્રત્યે અનુમોદનાના ભાવો અર્પણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.