Abtak Media Google News

ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનની સહમતી બની ગઈ છે. ગઠબંધનની ઔપચારિક જાહેરાત આજે સાંજે થઈ શકે છે. શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, તે માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. રાજ્યની 48 લોકસભા સીટોમાંથી ભાજપ 25 અને શિવસેના 23 સીટ પર ચૂંટણી લડશે.

2014માં લોકસભા ચૂંટણી બંને પક્ષોએ સામે લડી હતી. પરંતુ તે જ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ હતી. પરંતુ ચૂંટણીના પરિણામ આવ્યા પછી શિવસેનાએ ફરી ભાજપને સમર્થન આપ્યું હતું. જોકે છેલ્લાં પાંચ વર્ષમાં બંને પાર્ટી વચ્ચેના સંબંધો ખૂબ તણાવભર્યા રહ્યા હતા. શિવસેના ઘણી વખત ખુલીને કહી ચૂકી છે કે, તેઓ 2019ની લોકસભા ચૂંટણી એકલા લડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.