અધિક માસમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં મહિલાઓ દ્વારા મહાપૂજા

ભજન ભક્તિ અને સત્સંગ દ્વારા ભગવાનને રાજી કરવા માટેનો વિશેષ મહિનો એટલે અધિક માસ. દર ત્રણ વર્ષે અધિક માસ આવતો હોય છે આ વર્ષે આસો મહિનો અધિક માસ છે જેનો પ્રારંભ થઈ ગયો છે. સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરત સંચાલિત પ્રેમવતી મહિલા મંદિર ના સાંખ્ય યોગી માતાઓની સાનિધ્યમાં ગુરુકુલ પરિવારમાં મહિલાઓએ ભગવાનનું વિશેષ પૂજન કર્યું હતું.સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બતાવેલ વિશિષ્ટ મહાપૂજાનું મહિલાઓએ પૂજન કર્યું હતું.  જેમાં પ્રારંભમાં ગણપતિ પૂજન , લક્ષ્મી પૂજન ,  નંદ સંતો નું પૂજન તેમજ હરિભક્તોનુ આહવાન અને પૂજન આ પૂજામાં દોઢસો વર્ષ પહેલા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરવાની રીત બતાવેલ એ મુજબ બે કલાક સુધી મહિલાઓએ ગુરુકુળની અંદર ભક્તિનંદન ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં પૂજન કરી હતી. કોરોના કાળમાં લોકો જ્યારે પીસાઈ રહ્યા છે ત્યારે ભગવાનના ભક્ત એ ભગવાનને પ્રાર્થના જરૂર કરતી રહેવી જોઈએ. આપણી અરજી ભગવાનની મરજી એવા ભાવથી મહિલાઓએ અધિક માસના પ્રથમ દિવસે પૂજન કરી સૌનું આરોગ્ય, દેશકાળ, ધંધા રોજગાર વિશેષ જલ્દીથી પૂર્વવત થાય  તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Loading...