Abtak Media Google News

ભરવાડ સમાજમાં હરખની હેલી

સમાજના સૌરાષ્ટ્રભરના લોકો ધર્મગુ‚ ઘનશ્યામપુરી બાપુના ભવ્ય સન્માન સમારોહમાં ઉમટી પડશે

સમસ્ત ભરવાડ સમાજની ગુ‚ગાદી થરા ખાતે ઝાઝાવડાની જગ્યાના મહંત પરમપૂજય ધર્મધુરંધર શ્રી ઘનશ્યામપુરી બાપુ ‚  ગુરુવપુરી બાપુને અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં મહામંડલેશ્વર ૧૦૦૮નું પદ પ્રાપ્ત થતા સમગ્ર સમાજમાં હરખની હેલી ચડી છે. આગામી દિવસોમાં રાજકોટ ખાતે ૧૦૦૮ પરમ પૂજય ઘનશ્યામપુરી બાપુનું ઝાઝરમાન સન્માન કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સૌરાષ્ટ્રભરમાંથી સમાજના ભાઈ બહેનો આ સન્માન સમારોહમાં ઉમટી પડશે અબતક સાથેની મૂલાકાતમાં સમાજના આગેવાનોએ કહ્યું કે ગુજરાતમાંથી એક માત્ર વિરલ વ્યકિતત્વ ધરાવતા સંત ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુને મહામંડલેશ્વર પદ પ્રાપ્ત થયેલ છે જે ભરવાડ સમાજ માટે ઐતિહાસીક અને ગૌરવ‚પ ઘટના છે. જૂના અખાડાના સંતોએ ગત તા. ૫-૨-૧૯ને મંગળવારના રોજ શાહીઠાઠથી વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પદવી એનાયત કરી હતી.

ત્યારબાદ પ્રયાગરાજ ખાતે પૂ. ઘનશ્યામપુરી બાપુની શાહી સવારી નીકળી હતી અને બાપુની નિશ્રામાં તમામ સંતો મહંતો ભરવાડ સમાજના શ્રેષ્ઠીઓઅને બહોળી સંખ્યામાં અનુયાયીઓ શાહી સ્નાન કરી પાવન થયાં હતા. આગામી દિવસોમાં રાજકોટ ખાતે ઘનશ્યામપુરી બાપુનું ભવ્ય સ્વાગત કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલુ છે. આ શાહી સન્માન માટે એક સંત અભિવાદન સમિતિ બનાવવામાં આવશે અને સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં અનુયાયી વર્ગ સન્માન સમારોહમાં જોડાઈ તે માટે ના પ્રયાસો શ‚ થઈ ગયા છે.

૧૦૦૮ પરમ પૂજ. ઘનશ્યામપુરી બાપુએ હંમેશા ભરવાડ સમાજ માટે એક સાચા સંત તરીકેની ફરજ નિભાવી છે. બે વર્ષ પહેલા અમરેલી જિલ્લામાં કુદરતી આફત વખતે બેઘર બનેલા માલધારી સમાજના ૮૦૦થી વધુ પરિવારોને પગભર થવા માટે સમાજમાં ટહેલ નાખી ૮૦ લાખ થી વધુ રકમનું વિતરણ કરી સંતભાવના પ્રગટ ક્રી હતી એજ રીતે ગયા વર્ષે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પૂર હોનારતની સ્થિતિમાં બેલ થયેલા અનેક પરિવારોને કોઈપણ નાત જાતના ભેદભાવ વગર એક મહિના સુધી થરા ખાતે ઝાઝાવડા દેવની જગ્યામાં આશ્રય અને રહેવા જમવાની સગવડો ઉભી કરી માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂ‚ પાડયું હતુ.

આ સાચા સંતને જયારે મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે. ત્યારે ભરવાડ સમાજના દરેક ભાઈ બહેનના ઉરમાં આનંદ સમાતો નથી. ખાસ કરીને યુવા વર્ગમાં પૂ. બાપુને ફૂલડે વધાવવા થનગનાટ જોવા મળી રંહ્યો છે. ઘનશ્યામપુરી બાપુ હંમેશા શિક્ષણ અને વ્યસનમૂકિતના હીમાયતી રહ્યા છે. ભરવાડ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ પૂ. બ્રહ્મલીન શિવપુરીબાપુના આર્શીવાદથી જયારે ઘનશ્યામપુરીબાપુને મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે. ત્યારે સમગ્ર ભરવાડ સમાજ જૂના અખાડાના સંતો મહંતોનો આભાર વ્યકત કરે છે.

શાહી સન્માન માટે રાજુભાઈ જુંજા, ભીખાભાઈ પડસારીયા, ભરતભાઈ મકવાણા, રણજીતભાઈ મુંધવા, કરણભાઈ ગમારા, ગોપાલભાઈ ગોલતર, ગેલાભાઈ સભાડ, ગોપાલભાઈ સરસીયા, ધીરજભાઈ મુંધવા, રમેશભાઈ જુંજા, વિરલ ડાભી, રાજુભાઈ ઝાપડા, રાજુભાઈ ટોયટા, મેહુલભાઈ ઝાપડા, મુકેશભાઈ મુંધવા, જગદીશભાઈ સિંઘવ, હેમંતભાઈ મુંધવા, નિલેશ સોરીયા, ધી‚ભાઈ પડસારીયા ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.