Abtak Media Google News

મોરબી ઠાકોર નિર્મિત આ મંદિર ૧૫૦ વર્ષ પૌરાણિક છે બાંધકામ ર્જીણ થતા ૧૯૯૦માં ર્જીણોધ્ધાર કરાયો આ મંદિર દર્શનીય અને અલૌકિક છે

સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર રાજકોટ શહેરમાં અનેક મંદિરો આવેલા છે, જે લોકોમાં ધર્મ-ભાવના પ્રસરાવી રહ્યા છે. બધા મંદિરો પૈકી ગોંડલ રોડ પર માલવિયા ચોક પાસે આવેલા પૂરાતન મહાકાલેશ્વર મંદિર ૧૫૦ વર્ષજુનુ છે.

રાજકોટના વિવિધ શિવાલયોમાં અગ્રિમ હરોળમાં આવતું મહાકાલેશ્વર મંદિર વારાણસી (કાશીક્ષેત્ર) સમાન મહત્તા ધરાવે છે. આ મંદિરને અગાઉ નછોટાકાશીથ તરીકે રાજકોટમાં ખૂબજ પ્રખ્યાત હતુ.

આ મંદિરનાં ઈતિહાસની વાતમાં મોરબી સ્ટેટ ઠાકોર વાઘજી ઠાકોરનાં નાનાભાઈ મહારાજ હરભમજી સાહેબ પોતાનો બંગલો ત્રિકોણબાગ પાસે બનાવતા હતા જેમાં કુવો ગાળ્યો પણ પાણી ન આવ્યું, આ તકે શિવભકત એવા રાજકુમારને રાત્રે સ્વપ્નમાં મહાદેવ આવે છે અને જણાવે છે કે હું જમીનમાં સ્વયંભૂ પ્રગટ થવાનો છું. જયા મારૂ મંદિર બંધાવજો કુવામાં પાણી આવી ગયુંને ઠાકોરે મહાકાલેશ્વર દાદાનું મંદિર નિર્માણ કર્યું. આ સ્વયંભૂ મહાકાલેશ્ર્વર મહાદેવજીની આ સિધ્ધિ પીઠ છે. જેને કારણ ભાવિકોના ઘસારો દિન પ્રતિદિન વધવા લાગ્યો. મંદિરનાં ૧૦૦ વર્ષ બાધ મંદિર ર્જીણ થતા ૧૯૯૦માં ફરી ર્જીણોધ્ધાર કરીને નવ નિર્માણ કરાયું ૩૧-૫-૧૯૯૧ના શુભ દિવસે યજ્ઞ સાથે વેદવિધીપૂર્વક સ્થાપન પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

આ મંદિરમાં દશ મહાવિદ્યા તારા, રાજરાજેશ્વરી, ત્રિપુરારી, મહાકાલીમાં, અંબાજી, ઉમા, માતંગી, ભૈરવી, ધુમાવતી, છિન્નમસ્તા, ભુવનેશ્વરી મહાલક્ષ્મી-બગલા મૂખી અનપૂર્ણા, ગાયત્રી, ગૂરૂદત્તાત્રેય, કુબેર વરૂરદેવતા, દક્ષિણામૂર્તિ, નાગદેવતા, યમ શની, સૂર્ય, કાળભૈરવ, બટુક ભૈરવ, હનુમાનજી, રાધા-કૃષ્ણ, રામદરબાર, લક્ષ્મીનારાયણ તથા શિતળા માતાજી આ મંદિરમાં બિરાજમાન છે.

આ મંદિર નાનુ છે પરંતુ તેનું મહાત્મય અપૂર્વને અલૌકિક છે. આખા શ્રાવણમાસ દરમ્યાન વિવિધ શરગારોનું આયોજન કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિર દર્શનીય અને અદભૂત છે.

ભોલેનાથના અભિષેકમાં ‘સોશ્યિલ ડીસ્ટન્સ’

Dsc 1862

કોરોના મહામારીના ભય વચ્ચે આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. એક મહિના સુધી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. આ વર્ષે મહામારીને પગલે મંદિરના ગંભગૃહમાં ભાવિકો પૂજન-અર્ચન નહીં કરી શકે માત્ર દૂરથી જ દર્શન કરવાના રહેશે. દર્શનાર્થીઓએ દર્શન વખતે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનં છે. રાજકોટ શહેરમાં પણ કોરોના મહામારીને પગલે સોશ્યલ ડીસ્ટન્સની ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે ભક્તિનગર સર્કલ ખાતે ઘારેશ્વર મહાદેવ મંદિરે મંદિરના દ્વાર પર કળશ મુકવામાં આવ્યા છે. દરેક શ્રદ્ધાળુઓ આ કળશમાં ભગવાનને ચડાવવાનું દૂધ અને જળ અર્પણ કરે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નિષેધ હોવાથી આ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કળશ સાથે પીવીસીની પાઇપ લાઇન જોડાયેલી છે જેથી શ્રધ્ધાળુએ અપર્ણ કરેલુ જળ સીધું ભોળાનાથને ચડે છે. (તસવીર: શૈલેષ વાડોલિયા)

૭ દિવસ સુધી માથા વગર લડયો હતો ઘેલો વાણિયો

જસદણથી ર૦ કિ.મી. દૂર ઘેલો નદીના કિનારે આવેલું શ્રી ઘેલા સોમનાથ મહાદેવનો લગભગ ૧પમી સદી ૧૪૫૭ વર્ષ જૂનો ઇતિહાસ

Img 20200719 Wa0220

રાજકોટ જીલ્લાના જસદણથી ર૦ કિલોમીટર દૂર ઘેલો નદીના કિનારે આવેલા શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે આજે આપણે અહીં વાત કરીશું. આ મંદિરનો ઇતિહાસ લગભગ ૧પમી સદી ૧૪૫૭માં વર્ષનો છે, જયારે શિવલીંગનું રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો અને તેની યાદમાં આ મંદિરનું નામ પડયું ઘેલા સોમનાથ.

એ સમયે પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટવા માટે અને મંદિરને નષ્ટ કરવા માટે મહમદ ગઝનીએ ઘણીવાર હુમલાઓ કર્યા હતા, પરંતુ એ દરેક વખતે નિષ્ફળ રહ્યો હતો. એ સમયે જુનાગઢમાં કુંવર મહિપાલના દીકરી મીનળદેવી હતા. તેમને ભગવાન શિવમાં અપાર શ્રઘ્ધા હતી. અને તેમને મુસ્લિમ રાજાઓથી શિવલીંગને બચાવવા માટે શિવલીંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને તેઓ ત્યાં જ  શિવલીંગની પૂજન કરતા હતા. વર્ષ ૧૪૫૭ માં સોમનાથ પર આક્રમણ થયું, અને તેમને નીમળદેવીને સપનામાં આવીને કહ્યું હતું કે શિવલીંગને પાલખીમાં લઇ જાવ, બીજી મહમદ જાફરને પણ જાણ થઇ કે શિવલીંગ ભૂગર્ભમાં છે. અને તરત જ તેને આક્રમણ કર્યુ હતું. જેથી મીનળદેવી અને ઘેલો વાણિયો શિવની પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા.

Img 20200719 Wa0221

તેઓ જયારે પાલખી લઇને દૂર પહોંચી ગયા ત્યારે છેક મહમદ જાફરને ખબર પડી કે શિવલીંગ સોમનાથમાં નથી રહ્યું અને તેને પોતાનું સૈન્ય  શિવજીની પાલખી પાછળ દોડાવ્યું રસ્તામાં આવતા ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલીંગ બચાવવા માટે સૈન્ય સામે યુઘ્ધ ચડયા, આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે રપ૦ કીમી દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોચ્યુંં અને આ રીતે અહી શીવલીંગની સ્થાપના થઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.