રામનગરના ‘રામજી મંદિર’માં બિરાજમાન મહાદેવ

૪૩ વષૅ પુર્વે નિર્માણ થયેલ મંદિરમાં શ્રાવણી પર્વે સુકા-મેવાનો પ્રસાદ અપાય છે તેજસ્વી બાળકોને પ્રોત્સાહન સાથે ટ્રસ્ટ રાહતદરનું દવાખાનું ચલાવે છે

પીડીએમ કોલેજ પાછળ રામનગરમાં આવેલ રામજી મંદિરનું સંચાલન રામેશ્વર ટ્રસ્ટ કરી રહ્યું છે. આ મંદિર આસપાસનાં એરીયા રામનગર-લોધેશ્વર સોસાયટી અંબાજી કડવા પ્લોટ સ્વાશ્રય સોસાયટી ટપુભવાન પ્લોટ ઢેબર કોલોની જેવા વિસ્તારોનાં ભકતજનોમાં શ્રધ્ધાનું કેન્દ્ર છે.

આજથી ૪૩ વર્ષ પૂર્વે આ મંદિરની સ્થાપના કરાય હતી મંદિરમાં રામજી મંદિર-શિવજી, રાધાકૃષ્ણ, અંબાજી, શિતળા ર્માં, હનુમાનજી, ગણપતી જેવા વિવિધ મંદિરો આવેલા છે. આ મંદિરની વિશેષતા એ છેકે દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીને સન્માનીત કરાય છે. તો ફકત રૂા.૧૦માં રાહત દરે નિદાન સારવાર દવા સાથેની મેડિકલ સેવા ઉપલબ્ધ છે.

દર વર્ષે ૨૯ માર્ચનાં રોજ પ્રાગટય દિવસે લઘુરામયજ્ઞ સાથે ખાસ શ્રાવણ અને અધીક માસમાં વિશાળ પાયા પર આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સપ્તાહનું આયોજન સાથે ઉનાળામાં છાસ વિતરણ કરવામાં આવે છે.

રામનવમી, કૃષ્ણજન્મોત્સવ, ગણપતી ઉત્સવ જેવા તહેવારોમાં ભકતજનો પૂજન અર્ચન સાથે અપાર શ્રધ્ધાથી ઉત્સવો ઉજવે છે. પ્રારંભથી ભવાની શંકર ત્રિવેદી, સેવા, પૂજા કરી રહ્યા છે. મંદિરનાં સંચાલક તરીકે હાલમાં વસંતભાઈ ગદેશા સેવા આપી રહ્યા છે. રામેશ્ર્વર ટ્રસ્ટમાં હાલ નારાયણભાઈ ધામી ભવાનભાઈ નાકરાણી, અનિલભાઈ ખોલીયા, પ્રવિણભાઈ પરમાર, ચંદુભાઈ સિધ્ધપૂરા, પંકજભાઈ સંચાલીયા નટુભાઈ કણસાગરા, તેજાભાઈ સોરઠીયા ટ્રસ્ટી રીતે સેવા આપી રહ્યા છે.

રામજી મંદિરમાં સવાર સાંજ આરતી સાથે મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરાય છે. હાલ કોરોના મહામારીમાં માસ્ક સામાજીક અંતર જેવી નિયમાનુસર વ્યવસ્થાથી મંદિર ચાલુ છે. છેલ્લા ૧૦ વર્ષથી દવાખાનું શરૂ કરતા લોકો બહોળો લાભ લઈ રહ્યા છે. દરરોજ એવરેજ બે હજાર જેટલા શ્રધ્ધાળુ ભકતજનો દર્શનાર્થે આવે છે.

રામજી મંદિરના નતુલશી વિવાહથનો ઉત્સવ સમગ્ર શહેરમાં શ્રેષ્ઠ રીતે ઉજવાય છે. લોકો દૂરદૂરથી આ ઉત્સવમાં સામેલ થવા મંદિરે આવે છે. બટુક ભોજનમાં પણ બાળ ભગવાનને ભોજન કરાવાય છે. આ રામજી મંદિર પ્રત્યે ભકતજનોમાં ખૂબજ શ્રધ્ધા-ભકિતભાવ છે. દરરોજ સવાર-સાંજ સત્સંગનો મહિમા અપાર છે.

Loading...