Abtak Media Google News

ખ્યાતનામ સૂફી ગાયક અને પદ્મશ્રી કૈલાસા ખેર સાંસ્કૃતિક અને સંસ્કાર નગરી જૂનાગઢથી ભારે પ્રભાવિત થયા હતા. મહાશિવરાત્રી પર્વે ભવનાથ તળેટી ખાતે પ્રકૃતિધામનાં પરિસરમાં યોજાયેલ શિવસ્તુતીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન જીલતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી જૂનાગઢ માટે માત્ર સાંભળ્યું હતું કે એ એક પૈારાણીક નગરી છે, પણ ભવનાથ ભોળાનાથનાં સાંનિધ્યે યોજાયેલ મીનીકુંભનાં સંસ્કારીતાનાં ઉછળતા જનસાગરને નિહાળતા એવુ લાગ્યુ કે જૂનાગઢ સ્વચ્છ, સુધડ અને સંસ્કારી નગરી છે. જૂનાગઢનાં વહીવટી અને પ્રશાસનીક અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે મહાત્માં ગાંધીની સ્વચ્છતાની આહલેકને જૂનાગઢે ચરિતાર્થ કરી છે. જૂનાગઢ શહેરના લોકો શિસ્તમાં માને છે. લોકોના ચહેરા પર મુશ્કાન દેખાય છે.અહીં લોકો ટ્રાફિક બાબતે પણ નિયમોનું પાલન કરતા જણાય છે. આજે જૂનાગઢની મુલાકાત લેતાં ખરેખર લાગે છે કે અહીંના લોકો સંસ્કારી છે.

Img 0258 1

કૈલાસા ખૈરે પંકજ ભટ્ટ રચીત ગુજરાતી ગીતની તર્જ પર ગાન શરૂ કરતાની સાથે ઉપસ્થિત ભાવીક જનસૈલાબ તાલના સથવારે રાસતરબોળ બન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળપણથી મને સુફી ગાયકીમાં રસ છે, પિતા મેહરસીંગ પાસેથી ગાયકી શીખી પંડિત કુમાર ગાંધર્વની પ્રેરણાથી ગાયકીમાં આગળ વધી લોકચાહનાં હાંસલ કરનાર કૈલાસા ખેરે શિવરાત્રીની ઉજવણીમાં પધારી શિવસ્તવન સુરોની સુરાવલીઓ વચ્ચે ભવનાથ તિર્થક્ષેત્રને શિવમયી બનાવી દીધુ હતુ.

Img 0300

કાર્યક્રમ દરમ્યાન સરહદ પર પુલવામાં ખાતે શહિદોને શ્રધ્ધાંજલી ભાવ સાથે કૈલાસા ખેર અને શ્રોતાઓએ મૈાન પાળી શ્રધ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાનને પુરા આન-બાન અને શાનથી કૈલાસા ખેરનાં સુરો સાથે જૂનાગઢ અને મેળાનાં ભાવીકોએ માન આપ્યુ હતુ. કાર્યક્રમ પુર્વે જીતુભાઇ દ્વારકાવાળાએ ઉપસ્થિત શ્રોતાઓને હાસ્યરસમાં રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ, અધીકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Img 0271

જૂનાગઢનાં પ્રથમ નાગરિક સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર અને આગેવાનોએ પદ્મશ્રીની જૂનાગઢની નરસૈયાની ભુમિ પર પધારવા બદલ અદકેરૂ સ્મૃતિચિહ્ન અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.