Abtak Media Google News

શિબિરમાં વધુમાં વધુ લોકો રકતદાન કરે, મહાદેવ ગ્રુપની હાકલ

જસદણમાં લોકડાઉન દરમિયાન એક ખરાં અર્થમાં નિ:સ્વાર્થ સેવા આત્માને અજવાળે છે એવી દિલથી કામગીરી કરનાર મહાદેવ ગ્રુપના સભ્યો દ્વારા તા.૧૭ને રવિવારના રોજ શહેરના ચિતલીયા કુવા રોડ પર આવેલ પ્રજાપતિ સમાજનીવાડી ખાતે સવારના નવ કલાકથી સાંજના છ વાગ્યા સુધી એક મહા રકતદાન શિબિરનું આયોજન કરી ગ્રુપની યશ કલગીમાં એક વધુ પીછું ઉમર્યુ હતું પ્રથમ લોકડાઉનના પ્રારંભથી લઇ હાલ સુધી ગરીબ જરૂ રિયાત મંદ માનવી મુંગા પશુ પક્ષીઓની સેવા કરતા આ ગ્રુપની મહા રકતદાન શિબિરમાં આખો દિવસ રવિવારે સેવાનો દરિયો વહેતો રહેશે લોકડાઉન દરમિયાન સૌરાષ્ટ્રમાં અનેક શહેરો ગામોમાં લોહીની ભારે અછત સર્જાતા જરુરીયાત મંદ દર્દીઓને અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે અને જસદણવાસીઓની સેવા ભાવનાઓ કોઇ જોટો જડે એમ નથી એટલે રવિવારે સ્વૈચ્છીક રકતદાતાઓ ઉમટી પડશે દરમિયાન મહાદેવ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે લોહીની દર્દીઓને જરૂ રિયાત દિવસે દિવસે વધતી જઇ રહી છે અને આવક ઓછી હોવાથી દર્દીઓના સગા સાથીઓને લોહી માટે ભારે રજળપાટ કરવો પડી રહ્યો હોવાથી અમારા ગ્રુપના સભ્યોને વિચાર આવ્યો કે લોહીની અછત વચ્ચે આપણે પણ એક રકતદાન શિબિરનું આયોજન હાથ પર લઇ એટલે દર્દીઓને થોડાં અંશે મદદરૂ પ બની શકાય એટલે જસદણના આ સેવા કાર્યમાં તમામ જ્ઞાતિ સમાજ સંસ્થાઓના સ્વૈચ્છીક રકતદાતાઓ આ શિબિરમાં વધુમાં વધુ ઉમટી પડી રેકોર્ડ બ્રેક  રકતદાન કરે એવી મહાદેવ ગ્રુપના સભ્યોએ હાંકલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.