Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા

ઘોઘામાં ૨॥ ઈંચ, લખતરમાં ૨ ઈંચ, વઢવાણમાં ૧ ઈંચ, ઉમરાળા, તળાજા, માળીયાહાટીના અને તાલાલામાં અડધો ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં શુક્રવારે મેઘરાજાએ પોરો ખાધા બાદ આજ સવારથી ધીમીધારે હેત વરસાવવાનું શ‚ કરી દીધું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને મેઘરાજા કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે હેત વરસાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઘોઘામાં અઢી ઈંચ, લીંબડીમાં બે ઈંચ, વઢવાણમાં એક ઈંચ, ઉમરાળા, તળાજા, કેશોદ અને તાલાલામાં અડધો ઈંચ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૯ જિલ્લાના ૧૯૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩૧૬ મીમી જેટલો પડયો છે.

શુક્રવારે સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાળામાં ૭ મીમી, લખતરમાં ૪૬ મીમી, લીંબડીમાં ૫ મીમી, વઢવાણમાં ૨૪ મીમી, રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૪ મીમી, કોટડાસાંગાણીમાં ૪ મીમી, રાજકોટ શહેરમાં ૫ મીમી વરસાદ વરસ્યો હતો. જુનાગઢ જિલ્લામાં ભેંસાણમાં ૪ મીમી, જુનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૪ મીમી, કેશોદમાં ૬ મીમી, માંગરોળમાં ૯ મીમી, મેંદરડામાં ૭ મીમી, વિસાવદરમાં ૧૦ મીમી, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૮ મીમી, ઉનામાં ૨ મીમી, ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૬૧ મીમી, તળાજામાં ૧૪ મીમી, ઉમરાળામાં ૧૮ મીમી, વલ્લ્ભીપુરમાં ૮ મીમી, ભાવનગરમાં ૮ મીમી વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં ૧૪ મીમી, ગઢડામાં ૬ મીમી અને બોટાદ તથા રાણપુર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા.

સુરતના ઉમરપાડામાં આભ ફાટયું: ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ

સાગબારામાં ૭ ઈંચ, માંગરોળમાં ૬ ઈંચ, હન્સોટ અને નેત્રાંગમાં ૫॥ ઈંચ, અંકલેશ્ર્વર, આણંદ, હિંમતનગરમાં ૫ ઈંચ વરસાદ સૌરાષ્ટ્રમાં શુક્રવારે મેઘરાજાએ પોરો ખાધો હતો પરંતુ ઉતર, દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. સુરત જિલ્લાના ઉમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનરાધાર ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. અમદાવાદમાં પણ શુક્રવારે ૫ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે ઉતર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૯૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ ૩૧૬ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે સાગબારામાં ૭ ઈંચ, માંગરોળમાં ૬ ઈંચ, હંસોદ, નેત્રાંગમાં સાડા પાંચ ઈંચ, અંકલેશ્ર્વર, આણંદ, હિંમતનગર, ધનસુરા, દાહોદ, વલીયા, ડેડીયાપાડામાં ૪ ઈંચ, થાલોદ, કુકરમુડા, કપરાડા, વઘઈમાં સાડા ૩ ઈંચ, માંડવી, જાંબુઘોડા, ભ‚ચ, ધરમપુર, ખેરગામમાં ૩ ઈંચ, વાગરા, અમદાવાદ શહેર, મહુવા, ઘોઘા, લીમખેડા, નીઝર, મોડાસા, વડગામ, કલોલ, પારડી, હમીરગઢ, દેસર, બાલાસિંહોરમાં અઢી ઈંચ, દસક્રોઈ, વાસંદા, માલપુર, સુરત શહેર, ઢોલેરા, ડાંગ, દિશા, ફતેહપુરા, સંજેલી, વલસાડ, પાલનપુર, વિઝાપુર, લખતર, કપડવંજ, કામરેજ, દેવગઢ બારૈયા અને ચીખલીમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી2 53દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા ગુજરાતના વિસ્તારો પર દરિયા સપાટીથી ૩.૧ કિમીથી ૭.૧ કિમીની ઉંચાઈ સુધી સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની જયારે અમુક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નર્મદા, ભ‚ચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

અમુક છુટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી માત્ર હાલ છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી શકયતા છે. ૨૩મીથી રાજયમાં મેઘરાજા વિરામ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.