Abtak Media Google News

ના ગિફટ, ના ચોકલેટ, ના ઢીંગલા-ઢીંગલીની આપ-લે, ઓનલી ઉષ્માનું આદાન-પ્રદાન એટલે ‘ચુંબન દિવસ’ આવતીકાલે વેલેન્ટાઈન વીકમાં વેલેન્ટાઈન ડેના આગલા દિવસે ‘કિસ ડે’ છે. કિસના ઘણા પ્રકાર છે. એક મા પોતાના બાળકને વ્હાલી ગાલ પર ચુમ્મી ભરે તે પણ કિસ કહેવાય, કોઈ પિતા પોતાની પુત્રીના કપાળ પર હળવું ચુંબન કરે તો તેને પણ વ્હાલ જ કહેવાય, કોઈને આદર આપવા માટે હાથ પર હળવી કિસ કરવામાં આવે છે.

નાના બાળકો ઘરઘોખલા રમતા રમતા એકબીજાના રતુંબડા ગાલ પર કિસ કરે તો તેને પપ્પી કહેવામાં આવે છે. ઘણીવાર મદારી ખેલ કરતા કરતા પોતાના પાળીતા સર્પને ચુંબન કરે તો તેને ખતરો કા ખેલાડી કહેવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં ચર્ચમાં લગ્ન કરે ત્યારે પાદરી નવયુગલને લગ્ન બાદની પ્રમ કિસ કરવાનું કહે છે. વિદેશમાં લોકો એકબીજાને મળે ત્યારે ગાલને સ્પર્શ કરાવીને હાય-હેલ્લો કરે છે. પ્રેમીઓની કિસ તે અધરનું અધર સાથે મધુરુ મિલન છે. તેને ફ્રેન્ચ કિસ કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.