Abtak Media Google News

૧૫ થી ૨૫ નવે. સુધી પૂ.દિપકભાઈનો સત્સંગ: ટોકશો, પ્રશ્ર્નોતરી, નાટકો, ઓડિયો વિઝયુઅલ શો, એક્ઝિબિશન, વર્કશોપ તેમજ ઈન્ટરનેશનલ વિલેજ, વાઈફાઈ ઝોન, થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક બનશે આકર્ષણનું કેન્દ્ર: દેશ-વિદેશના ૧૩૦૦૦ સ્વયંસેવકો કાર્યરત: મુલાકાતીઓ માટે સાત્વિક ભોજનની સુવિધાદાદા ભગવાનના ૧૧૧માં જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે

જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુી ઊભી કરેલી મોડર્ન લાઈફ સ્ટાઈલ જ જીવનને વધારે કોમ્પ્લેક્સ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું સન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભારરૂપ છે અને કુટુંબ એ કલેશનું કારખાનું છે. તેવા આ યુગમાં સુખી વાના હેતુી માણસે જે કંઈ મેળવવા દોટ મૂકી છે તે ઝાંઝવાના જળ જેવું ભાસી રહ્યું છે.

આવા સમયે એવી દુનિયાની કલ્પના કરી શકાય જે સૌની સુખની શોધનો અંત લાવે? જ્યાં સંસાર વ્યવહારના ઉતર-ચડ થતાં ગ્રાફમાં મનની શાંતિનો ગ્રાફ અકબંધ રહે? જ્યાં ઉંમર, જાતિ, વર્ણ, ધર્મ, દેશ કે ઊંચ-નીચના ભેદભાવ વગર સૌને સાચી સમજણનો ખજાનો મળે, એ પણ વિના મૂલ્યે ! હા, આવી એક અલૌકિક દુનિયા આકાર લઈ રહી છે ગાંધીનગરમાં અમદાવાદ-કલોલ હાઈવે ઉપર અડાલજ ખાતે સ્તિ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના પ્રાંગણમાં, જેનું નામ છે જોવા જેવી દુનિયા !

જોવા જેવી દુનિયા એટલે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની ૧૧૧મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ૧૧ દિવસ માટે ઊભી થઈ રહેલી દુનિયા જેનુ આયોજન દાદા ભગવાન પરિવારના દેશ-વિદેશમા વસતા લાખો અનુયાયીઓ દ્વરા થઈ રહ્યુ છે. આ દુનિયા એટલે ૬૦ ફૂટબોલ ગ્રાઉન્ડ (૩૫ લાખ ચો.ફૂટ.)ના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એક ધબકતું નગર. અહીં ૧૫ થી ૨૫ નવેમ્બર દરમિયાન રોજેરોજ પૂજ્ય દીપકભાઈના પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા અબાલ વૃદ્ધ સૌને આનંદમય જીવન જીવવાની સાચી સમજણ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત વિશાળ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કમાં ૨૩ જેટલા થીયેટર અને ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું છે. થીમ પાર્ક માં જીવનમાં આવતા પડકારો સામે પ્રેક્ટીકલ સમાધાન, પોઝીટીવ અભિગમ, આનંદ અને જ્ઞાન પ્રદાન કરતી સમજણ સરળ ભાષામાં રજૂ થશે. મેં કૌન હું?, દુનિયા દેખને કા સીધા ચશ્મા, ઇન્ટરનેશનલ વિલેજ, વાય-ફાય ઝોન, ઈટ્સ ઓલ અબાઉટ મની વગેરે શો દ્વારા. એ પણ ૪ડી એક્સપીરીયન્સ, ૩ડી પ્રોજેક્શન મેપિંગ, ઓડિયો-વિઝ્યુઅલ શો, નાટકો, એકઝીબિશન અને વર્કશોપના આકર્ષક માધ્યમી.

બાળકો માટે ખાસ ઊભા નાર ચિલ્ડ્રન પાર્કમાં એનીમેશન શો, ગેમ ઝોન, કિડ્ઝ કેસલ, એમ્ફી થીયેટર, પપેટ શો, ફિલ્મ શો, જોય રાઈડ જેવા આકર્ષણો રહેશે. તેમાં બાળકોને વિનય, પ્રામાણિકતા, અહિંસા, મશ્કરીના જોખમો જેવા મૂલ્યોની સમજણ, તેમજ યુવાનોને મુશ્કેલીઓ અને મોબાઈલ એડિક્શન સામે સાચી સમજણ પ્રાપ્ત થશે.

ફક્ત બાળકો જ નહી પણ માતા-પિતા માટે બાળકોને પ્રેમ અને હૂંફી ઉછેરવા જરૂરી ચાવીઓ આપતી પેરન્ટ્સ કી પાઠશાળાનું પણ આયોજન યું છે. વધુમાં વધુ શાળાના બાળકો તા શિક્ષકો આનો લાભ લઈ શકે તે હેતુી જીલ્લા શિક્ષણ સમિતિએ પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિર્ધાીઓને જોવા જેવી દુનિયા ની મુલાકાત લેવા માટેનું પરિપત્ર પણ બહાર પાડ્યુ છે.

અહીં ભારતીય અને વિદેશની સંસ્કૃતિનો અનેરો સમન્વય જોવા મળશે, જ્યાં ભારતના લગભગ ૧૩૦૦૦, અને વિદેશના ૮૦૦ થી વધુ સેર્વાીઓ આ દુનિયાને આકાર આપવા દિન-રાત સેવા આપી રહ્યાં છે. ર્નો અને સાઉ અમેરિકા, યુ.કે, યુરોપ, આફ્રિકા, યુ.એ.ઈ, ઓસ્ટ્રેલિયા, સાઉ ઇસ્ટ એશિયાના લગભગ ૩૦ી વધુ દેશોના ૩૦૦૦ વિદેશીઓ આ મહોત્સવમાં જોડાયા છે.

અહીં આવનારા હજ્જારો મુલાકાતીઓ માટે સાત્વિક ભોજન, ફાસ્ટ ફૂડ અને ખાઉગલી જેવી ખાણીપીણીની જગ્યાઓની સુવિધા પણ ઉપલબ્ધ હશે! અમદાવાદ અને ગુજરાતભરના રહેવાશીઓ માટે આ એકઅદભૂત દુનિયાને જોવાનો, માણવાનો અને અવિસ્મરણીય અનુભવ કરવાનો સુવર્ણ અવસર બની રહેશે.

વધુ માહિતી માટે આપ અંકુરભાઇ ૯૯૨૪૩૪૩૪૩૫ અવા અમિતભાઈ ૭૯૭૭૫૧૪૪૪૯ / ૯૮૨૧૧૨૩૩૬૮નો સંપર્ક કરી શકો છો. અવા અમારી વેબસાઇટ ષષમ.મફમફ બવફલૂફક્ષ.જ્ઞલિ ની મુલાકાત લઈ શકો છો.

પરમ પૂજ્ય દાદા ભગવાનનો પરિચય

દાદા ભગવાન એટલે અદભુત અક્રમ વિજ્ઞાનના પ્રણેતા. તરસાળી ગામે ૧૯૦૮માં જન્મેલા,  ભાદરણ ગામના અંબાલાલ મૂળજીભાઈ પટેલના દેહ મંદિરમાં ૧૯૫૮ની જૂન મહિનાની એક સમી સાંજે, અનંત જન્મોની ખોજ એક અદ્દભુત આશ્ચર્યમાં પરિણમી,અને તેમની અંદર કુદરતી રીતેજ અપૂર્વઅ ક્રમ વિજ્ઞાન પ્રગટ થયું.

તેઓ દાદા ભગવાન કોણ ? નો ફોડ પાડતા કહેતાં કે, જે દેખાય છે તે અંબાલાલ પટેલ છે, અને મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે, જે જીવમાત્ર બધામાં રહે છે. પણ તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને અહીં સંપૂર્ણરૂપે વ્યક્ત યેલા છે !

દાદાની ભાવના એટલી જ હતી કે, જે સુખ હું પામ્યો એ આખું જગત પામો. તેઓશ્રી કહેતા કે મારે દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. કેમ કરીને આખું વિશ્વ આ અક્રમ વિજ્ઞાનને પામે અને સર્વે જીવનું કલ્યાણ થાય, બસ એટલા માટે આ બધું કાર્ય કરી રહ્યો છું. આ જગત જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ન રહેવું જોઈએ.

નિષ્કામ કરુણાના સાગર એવા દાદા કહેતાં કે, હું આ દુનિયાના દુ:ખો લેવા આવ્યો છું. હું તો તમને સ્વતંત્ર કરવા આવ્યો છું. હું તમને ભક્ત નહીં પણ ભગવાન બનાવવા આવ્યો છું. આખું જગત સુખ અને શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો. દાદાશ્રીનું આ કન આજે દાદા ભગવાન પરિવારનું વિઝન બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.