‘એપ્રિલ ફુલ’ બનાયા…તો ઉન કો ગુસ્સા આયા!!

80

આજે ૧લી એપ્રિલ એટલે એપ્રિલ ફુલ ડે: રોમન જુલીયન કેલેન્ડર પ્રમાણે આ દિવસે નવું વર્ષ ઉજવાતું આ કેલેન્ડરમાં નવા વર્ષનો પ્રારંભ એપ્રિલથી થતો તેથી આ દિવસને પ્રથમ દિવસ ગણવામાં આવતો

૧લી એપ્રિલનો ઈતિહાસ રસપ્રદ છે. ગ્રેગોરીયન પંચાગ મુજબ વર્ષનો ૯૧મો દિવસ (લિપ વર્ષનો ૯૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરુ થવામાં ૨૭૪ દિવસ બાકી રહે છે. આ દિવસ વિશ્ર્વનાં ઘણા દેશોમાં એપ્રિલ ફુલ્સ ડે કે ઓલ ફુલ્સ ડે તરીકે મનાવાય છે. ઓરિસ્સાવાસીઓ આ દિવસને આઝાદી દિન તરીકે પણ ઉજવે છે. ઈંગ્લેન્ડમાં ૧૭૫૨નાં વર્ષનાં સપ્ટેમ્બર મહિનાનાં કેલેન્ડરમાં ૨ તારીખ પછી સીધી ૧૪ તારીખ પ્રિન્ટ કરાય હતી. બન્ને વચ્ચે ૧૧ દિવસ અદ્રશ્ય થઈ ગયા હતા. આ કોઈ છબરડો ન હતો પણ એક વાસ્તવિકતા હતી. કેલેન્ડર સાચુ જ હતું. આમ કેમ થયું એવા પ્રશ્ર્નો આપણા ને થાય પણ તેની વિગતોથી તમો દંગ રહી જશો.

ઈંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતું જેમાં વરસનો પ્રથમ મહિનો એપ્રિલ હતો અને છેલ્લો માર્ચ હતો. આપણા દેશમાં આજે પણ એપ્રિલ ટુ માર્ચ વર્ષ અમલમાં છે. ૧૭૫૨માં સપ્ટેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર પડતુ મુકીને એ વખતનાં તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અમલમાં મુકયું જેનો અમલ અત્યારે પણ ચાલુ છે. જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું વર્ષ ગણવામાં આવે છે. ૧૭૫૨નાં આ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગરીયન કેલેન્ડર કરતા ૧૧ દિવસ લાંબુ હતું. આથી તે વખતનાં તત્કાલીન રાજાએ ઓર્ડર કરીને કેલેન્ડરમાંથી ૧૧ દિવસ કાઢી નાખ્યા અર્થાત રદ કર્યા. તેથી ૨જી તારીખ પછી સીધી ૧૪ તારીખ આવી ગઈ. ૧૭૫૨માં બધાએ ૧૧ દિવસ ઓછુ કામ કરેલ હતું છતાં બધાને પુરો પગાર આપવામાં આવ્યો હતો. આ દિવસોમાં આ વિચિત્ર કેલેન્ડરની બહુ જ ચર્ચા ચાલી હતી. અત્યાર સુધી ૧લી એપ્રિલનાં રોજ નવા વર્ષની ઉજવણી કરતી પ્રજા પણ ચકરાવે ચડી કારણ નવા કેલેન્ડરમાં વર્ષ ૧લી જાન્યુઆરીથી શરૂ થાય છે. પ્રજા તો ૧લી એપ્રિલ ડે ને નવું વર્ષ ઉજવવા ટેવાયેલી હતી.  નવા કેલેન્ડરમાં પ્રથમ મહિનો જાન્યુઆરીથી શરૂ થતો હતો આથી ન્યુ ઈયર સેલિબ્રેશન પણ ૧લી જાન્યુઆરીએ જ કરવાનું થાય પણ એ વખતની પ્રજાએ જુના કેલેન્ડર મુજબ ૧લી એપ્રિલનાં રોજ નવું વર્ષ ઉજવવાનું ચાલુ રાખ્યું.

ઈંગ્લેન્ડનાં તે વખતનાં તત્કાલીન રાજાને લાગ્યું કે પ્રજા જો જુના કેલેન્ડર મુજબ ૧લી એપ્રિલનાં રોજ નવું કેલેન્ડર ઉજવશે તો નવા કેલેન્ડરનો કોઈ અર્થ રહેશે નહીં. આથી એ જમાનામાં એક ખાસ હુકમ બહાર પાડયો કે જે માણસો ૧લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને ફુલ (મુરખ)નો એવોર્ડ આપવાનું શરૂ કર્યું. આ પાછળનો હેતુ એવો હતો કે લોકો ૧લી એપ્રિલને નવું વર્ષ ઉજવવાનું ભુલી જાય. ધીમે ધીમે ૧લી એપ્રિલને ફુલ ડે અર્થાત મુરખાઓના દિવસ તરીકે ઓળખવા લાગ્યા. ઈંગ્લેન્ડ સિવાયના દેશો પણ ધીમે ધીમે એપ્રિલ ફુલ ડે ઉજવવાનું શરૂ કર્યું. આ દિવસે કોઈ જાહેર રજા કે તહેવાર ન હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં મોટા પ્રમાણમાં એપ્રિલ ફુલ ડે કંઈક નોંખી રીતે ઉજવણી કરાય છે. લોકો પોતાના મિત્રો, કુટુંબીજનોને, પાડોશીઓને અને કયારેક દુશ્મનો સાથે પણ રમુજભરી ટીબળ કરે છે. સામાન્ય રીતે આવી ટીખળમાં સામે વાળી વ્યકિતને મુર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય હેતુ હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર બપોર સુધી ચાલે છે. જોકે યુ.કે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા જેવા વિવિધ દેશોમાં આખો દિવસ વિવિધ રમુજ સાથે એપ્રિલ ફુલ ડેની ઉજવણી કરાય છે. આ દિવસે લોકો એકબીજાની મજાક-મસ્તી ફુલ ડે કરીને એપ્રિલ ફુલ ડે ઉજવે છે.

આપણા દેશમાં એપ્રિલ ફુલ નામની હિન્દી ફિલ્મ આવી હતી. જેના ટાઈટલ સોંગ એપ્રિલ ફુલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા આ દિવસે બહુ જ ચલણમાં આવે છે. લોકો એકબીજાની મશ્કરી કરીને આ ગીત ગાતા જોવા મળે છે. એપ્રિલ ફુલનાં દિવસ થતી મજાકોને કારણે ઘણીવાર લોકો સાચા સમાચારો પર વિશ્ર્વાસ મુકતા નથી. ૧૯૪૬માં ૧લી એપ્રિલનાં રોજ હિલો-હવાઈમાં ભયંકર સુનામી આવી હતી. ૨૦૦૧માં ડેન્માર્કના કોપન હેગન શહેરમાં પણ ત્યાંની નવી ભુગર્ભ રેલવે લઈને એક કિમિયો કરીને એપ્રિલ ફુલ ડેની ઉજવણી કરી હતી. ઈટલી, ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વિત્ઝરલેન્ડ તથા કેનેડામાં ફ્રેન્ચ લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં અલગ રીતે એપ્રિલ ફુલ ડે ઉજવે છે જેમાં એકબીજાને જાણ કર્યા વગર કાગળની માછલી પીઠ પર ચોંટાડી દે છે.

સ્પેનિસ બોલનારા લોકો દેશમાં આ દિવસને ડે ઓફ હોલી ઈનોસેન્ટસ નામે ઓળખાય છે અને તે ૨૮ ડિસેમ્બરે ઉજવણી કરાય છે. જયારે ડેનમાર્કમાં આ દિવસ ૧લી મેના રોજ જેકમેટ ઉજવણી કરે છે. જેનો મતલબ છે મેકેટ. ઈરાનમાં તેને સિજદા બે-દરનાં નામે ઓળખાય છે અને તે ઈરાની નવા વર્ષના ૧૩માં દિવસે ઉજવાય છે. જે ૧ કે ૨ એપ્રિલનો દિવસ હોય છે.  ૧લી એપ્રિલે બધા સચેત થઈ જાય છે. કોઈ મુર્ખ નો બનાવી જાય. આ મુળ યુરોપ અને વેસ્ટર્ન ક્ધટ્રીની દેન છે. લોકો એકબીજાને મુર્ખ બનાવી આનંદ લે છે. ઘણીવાર મશ્કરીમાં હસવામાંથી ખસવું થઈ જવાની ઘટનાઓ પણ બને છે. જોકે આ દિવસે બધા હળવાશથી લેતા હોય છે.

Loading...