‘મેડમ’ અગ્રવાલની વ્હાલસોયી ‘અંબા’ પર હેતની હેલી વરસી !!!

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પરિવાર સાથે નવા વર્ષે કાઠિયાવાડ બાલાશ્રમ પહોંચ્યા: અનાથ બાળકોને મીઠાઈ અને ગિફ્ટ આપી

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મનોજ અગ્રવાલ અને તેમના પરિવારે તાજેતરમાં કાઠિયાવાડ બાલાશ્રમની મુલાકાત લીધી હતી. બાલાશ્રમમાં રહેલા બાળકો સાથે મનોજ અગ્રવાલ અને તેમના પરિવારે ગમત કરી સમય વ્યતિત કર્યો હતો. તેમજ ૯ મહિના પહેલા તરછોડાયેલી બાળકી અંબા કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉછરી રહી છે. મનોજ અગ્રવાલે અંબાના માથા પર વ્હાલભર્યો હાથ ફેરવ્યો હતો. તેમજ બાળકોને ગિફ્ટ અને મિઠાઈ આપી નવા વર્ષની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, ઠેબચડા ગામેથી ગંભીર ઈજા સાથે મળેલી નવજાત બાળકીની સારવાર રાજકોટની હોસ્પિટલમાં કરાવવામાં આવી હતી. સારવાર દરમિયાન પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બાળકીના ખબર અંતર જાણવા હોસ્પિટલે પહોંચી જતા હતા. બાદમાં પોલીસ કમિશનરે આ બાળકીનું નામ અંબા રાખ્યું હતું. નવા વર્ષના દિવસે અંબા સાથે સમય પસાર કરવાનો નિર્ણય મનોજ અગ્રવાલ દ્વારા લેવામાં આવ્યો હતો. અંબાની આ પ્રથમ દિવાળી હોય તેની સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો હતો.

Loading...