મવડીની ટી.પી. સ્કીમ નં.૨૭ સામે અસંતુષ્ઠો અપીલ-અરજી કરી શકશે

158

રાજકોટ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૨૬ના પેટા નિયમ (૯)અનુસાર અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૫૨ ની પેટા કલમ (૩) માં જોગવાઇઓ કર્યા મુજબ નગર રચના અધિકારી તરીકેના આખરી નગર રચના યોજના નં. ૨૭ (મવડી) રાજકોટ અંગેના નગર રચના અધિકારી શ્રી એ.વી. કૃષ્ણરાવે નિર્ણયો તા. ૨૫/૯/૨૦૧૮ રોજ જાહેર કરેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની જોગવાઇઓ અનુસાર નગર રચના અધિકારી તરીકે જે તે પ્લોટ માટે લીધેલા મારા નિર્ણયોના ઉતારા, નમુનો ડ મુજબ નગર રચના નં. ૨૭(મવડી)રાજકોટમાં આવતી દરેક મિલ્કતના માલિકોને પહોચાડવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

ઉપરોકત નિર્ણયોી અસંતોષ યો હોય તેવી હિત સંબંધ ધરાવતી વ્યકિતઓને /માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેી એક(૧) માસની અંદર જે નિર્ણયો અપીલને પાત્ર છે. તે માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની જોગવાઇ હેઠળ શહેરી વિકાસ વિભાગના તા. ૨૫/૧૦/૨૦૧૭ના જાહેરનામાી રાજયના તમામ જિલ્લાઓ માટે કાર્યરત કરાયેલ રાજય કક્ષાના બોર્ડ ઓફ અપીલના અધ્યક્ષને જરૂરી ફોર્ટ ફી નો સ્ટેમ્પ લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૫૩ માં જણાવ્યા મુજબ નગર રચના અધિકારીના કેટલાક નિર્ણયો છેવટના છે. જયારે કલમ-૫૪ માં જણાવ્યા મુજબ નગર રચના અધિકારીના કેટલાક નિર્ણયો અધિનિયમની કલમ-૫૫ હેઠળ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.

તૈયાર કરવામાં આવેલ ઉપરોકત આખરી યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીની કચેરીમાં રજાના દિવસો સિવાય નગર રચના અધિકારીની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રાજકોટ રૂડા બિલ્ડીંગ છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઇ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં. ૨૪૭૬૩૦૭(ઓ. જનરલ) ટેલી. ફેકસ-૦૨૮૧-૨૪૭૬૮૧૨ સરનામે કચેરી સમય દરમિયાન નિરિક્ષણ માટે ખુલ્લા રાખવામાં આવેલ છે. તેમજ તે  સમજાવવાની જરુરી વ્યવસ પણ કરવામાં આવેલ છે. તેમ શ્રી એ.વી. કૃષ્ણરાવ નગર રચના અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Loading...